- ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કરાયો
- ગોલ્ડી બ્રાર સામે UAPA અંતર્ગત કેસ દાખલ
- કેન્દ્ર સરકારે ગોલ્ડી બ્રારને આતંકી જાહેર કર્યો
ભારત સરકારે નવા વર્ષની શરૂઆતમાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સામે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે ગોલ્ડીને આતંકવાદી જાહેર કર્યો છે. આ સંદર્ભે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે.













