• યુપીના ગોંડામાં ટ્રેન દુર્ઘટનાને લઈને ઘોર બેદરકારી
  • ટ્રેન દુર્ઘટના માત્ર બે મિનિટના વિલંબથી થયો હતો
  • ટ્રેકમાં ખામીને કારણે આ અકસ્માત થયાનો ખુલાસો

યુપીના ગોંડામાં ટ્રેન દુર્ઘટનાને લઈને ઘોર બેદરકારીની માહિતી સામે આવી છે. ટ્રેન દુર્ઘટના માત્ર બે મિનિટના વિલંબથી થયો હતો. ગુરુવારે ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ટ્રેન નંબર 1509ને માનકાપુર પાસે અકસ્માત નડ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે ટ્રેકમાં ખામીને કારણે આ અકસ્માત થયો છે.

યુપીના ગોંડામાં ટ્રેન દુર્ઘટનાને લઈને ઘોર બેદરકારી

ટ્રેન પાટા પરથી ઉતરી જવા અંગે રિપોર્ટમાં ખુલાસામાં જાણવા મળી રહ્યું છે કે, જગ્યાએ ટ્રેન દુર્ઘટના થઈ હતી તે જગ્યાએ ટ્રેકમાં થોડી ગરબડ હતી. ટ્રેક લગભગ 350 મીટર તૂટી ગયો હતો અને તેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ટ્રેકની જાળવણી કરતા કર્મચારીઓએ એન્જિનિયરિંગ વિભાગને ચેતવણી આપી હતી. રેલ્વે નિયમો કહે છે કે જો ટ્રેક મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા એન્જિનિયરિંગ વિભાગને આવી કોઈ સમસ્યાની જાણ કરવામાં આવે છે, તો પહેલા સાવચેતી જારી કરવામાં આવે છે. સાવચેતીનો અર્થ છે સંજ્ઞાન લેવું, જે મુજબ નિયમોને ધ્યાનમાં રાખીને ટ્રેન ચલાવવામાં આવે.

સ્ટેશન માસ્તરને સાવચેતીનો આદેશ મોડો મળ્યો

આ ટ્રેન બપોરે 2:28 વાગ્યે સ્ટેશનથી નીકળી હતી જ્યારે સ્ટેશન માસ્ટરને 2:30 વાગ્યે સાવચેતીનો આદેશ આપવામાં આવ્યો હતો. નિયમો અનુસાર, જે જગ્યાએ અકસ્માત થયો હતો, ત્યાં સાવચેતીના આદેશ અનુસાર, ટ્રેન 30 કિલોમીટરથી વધુની ઝડપે ચલાવવાની ન હતી. પરંતુ સ્ટેશન માસ્તરે સાવધાનીના આદેશ આપ્યા ત્યાં સુધીમાં ટ્રેન જ્યાં ટ્રેકમાં ખામી હતી ત્યાં પહોંચી ગઈ હતી. સંયુક્ત અહેવાલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ટ્રેનના ડબ્બા 2:32 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા હતા.

  • Follow us on: