મુંબઈમાં ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 2 કલાકથી ઘટીને લગભગ 20 મિનિટ થઈ જશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને અટલ સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે.
યુરોપિયન દેશોના પ્રતિબંધો નિરર્થક, રશિયા યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે તેમનો દેશ યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. યુક્રેન સાથે યુદ્ધને લગભગ 23 મહિના વીતી ચૂક્યા છે. આ દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે એક બેઠકમાં પુતિને કહ્યું છે કે રશિયા યુરોપની સૌથી મોટી અને દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
આજે દુનિયામાં ભારતનો વાગ્યો ડંકો,આ વીરભૂમી,તપોવન ભૂમી :PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નાસિકની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. રોડ શો દરમિયાન પીએમ મોદી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા.
LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, જંગલોમાં આગ સાથે બ્લાસ્ટ, જાણો સમગ્ર મામલો?
પાકિસ્તાને સરહદ પર નાપાક કૃત્ય કર્યું છે. પાકિસ્તાને પોતાની સરહદની બાજુના જંગલોમાં આગ લગાડી છે, જેના કારણે જંગલોમાં બનેલી લેન્ડમાઈન્સમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. વિસ્ફોટોના પડઘા જમ્મુ-કાશ્મીરમાં પણ સંભળાઇ રહ્યા છે.
રાજ્યમાં 14થી 22 જાન્યુઆરી તીર્થ સ્થાનો સફાઈ કરવાનું જન અભિયાન યોજાશે
અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે.
વિકસિત ભારતનો રસ્તો ગુજરાતથી પસાર થઈ રહ્યો છે: અમિત શાહ
વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સમાપન સમારોહ યોજાઇ રહ્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું છે. ત્યારે અમિત શાહે જણાવ્યું છે કે અમૃતકાળના સંકલ્પને પૂર્ણ કરવાનો અવસર છે. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદગીનું સ્થળ ગુજરાત છે. PM મોદીએ દેશને નવી દિશા આપી છે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે માછીમારોને સાવચેત રહેવા સૂચના
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા પોરબંદર બોટ એસો. દ્વારા અપીલ કરાઈ છે. 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બનવાનો છે. ત્યારે પાડોશી પાકિસ્તાનની નાપાક હરકતોથી સાવચેત રહેવા માછીમારોને અપીલ કરવામાં આવી છે.
પોલીસ દમન અને પોલીસ વિરુદ્ધની ફરિયાદો માટે સરકારે નંબર જાહેર કર્યો
થોડાં સમય પહેલા અમદાવાદમાં પોલીસ દ્વારા એક દંપતી સાથે કરવામાં આવેલા તોડકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી ધ્યાનમાં લીધી હતી. જેના પર આજે રાજ્ય સરકારે પોતાનો જવાબ આપતાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઇન 14449 નંબર આપ્યો છે જે આગામી 15 દિવસમાં ચાલુ થશે તેવી માહિતી આપવામાં આવી છે.
ફ્રાન્સમાં કબુતરબાજી મુદ્દે CIDએ કર્યા ચોંકાવનારા ખુલાસા, અમેરિકા વકીલોની પોલ ખુલી
ફ્રાન્સમાં કબુતરબાજી મુદ્દે તપાસ તેજ થઇ છે. જેમાં 14 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમજ ડિસેમ્બર મહિનામાં પણ 3 ટ્રીપ ગઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. તથા વધુ એજન્ટો દિલ્હી અને અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યુ છે. ત્યારે CIDએ જણાવ્યું છે કે એજન્ટોને રૂપિયાનું રિસ્ક છે. એજન્ટો 60 - 80 લાખ રૂપિયા નક્કી કરે છે.
'12વી ફેલ..' ડિરેક્ટરના દીકરાએ ક્રિકેટમાં મચાવી ધૂમ, ડેબ્યૂ મેચમાં ફટકારી બેવડી સદી
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '12વી ફેલ' ચર્ચામાં આવી છે. આ ફિલ્મ ચંબલના રહેવાસી IPS ઓફિસર મનોજ શર્માના જીવન પર આધારિત છે. આ સાથે ફિલ્મ ડિરેક્ટરના દીકરા અગ્નિ ચોપરાએ પણ ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી છે.