વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં પલાસમુદ્રમની મુલાકાત લેશે અને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી મંગળવારે દિલ્હી પરત ફરે તે પહેલા લેપાક્ષી મંદિરની મુલાકાત લઈ શકે તેવી શક્યતાઓ છે. મુખ્ય સચિવ કે.એસ. જવાહર રેડ્ડીએ અધિકારીઓને વડાપ્રધાનની સફળ મુલાકાત માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
રામ મંદિર વિશે ટ્રસ્ટી ચંપત રાયનું નિવેદન, આવતીકાલથી શરૂ થશે પૂજા વિધી
રામનગરી અયોધ્યામાં રામ નામની ધુમછે. સર્વત્ર રામભક્તો જ દેખાય છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારી રામ લલા પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સુવર્ણ દ્વાર સાથેનું રામ મંદિર ખૂબ જ સુંદર લાગે છે. રામ મંદિર ખૂબ જ વૈભવી અને ભવ્ય લાગે છે.
મંગેશકર પરિવારને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું મળ્યું આમંત્રણ
અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેક અને રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં આમંત્રણ પત્રિકાઓ વહેંચાઈ રહી છે. દેશ-વિદેશમાં લોકોમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, સંગીત ક્ષેત્રના ખ્યાતનામ સિંગર લતા મંગેશકર અને તેમના પરિવારને રામ મંદિરનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે
વડોદરા સેન્ટ્રલ જેલમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કેદીઓની હાજરી પૂરાશે. તેમાં 100 જેટલા પાકા કામના કેદીઓ સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
અમરેલી કૂવામાંથી મળેલ મૃતદેહમાં તાંત્રિક વિધિની શંકાએ ત્રણ-ત્રણ હત્યા થઈ
થોડાં દિવસ પહેલાં અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરીને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ અંગે આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા રૂ.10 હજારનો દંડ ભરવો પડ્યો
સાંબરકાંઠામાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા દંડ થયો છે. જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા રૂપિયા 10 હજારનો દંડ થયો છે. વિસ્તરણ રેન્જ અધિકારી, સ્ટાફે 2ને ઝડપી લીધા છે. તેમાં માળીના છાપરીયામાં ધાબા પરથી લોકો ઝડપાયા છે.
અમેરિકામાં તેલંગણાના બે વિદ્યાર્થીઓના શંકાસ્પદ મૃતદેહ મળ્યા, કઈ રીતે મોત થયું જાણો
અમેરિકાથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હાર્ટફોર્ડ શહેરમાં એક એપાર્ટમેન્ટના રૂમમાંથી બે ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. બંને વિદ્યાર્થીઓ ગયા મહિને 28 ડિસેમ્બરે જ અમેરિકા પહોંચ્યા હતા. માત્ર 16 દિવસ બાદ પરિવારજનોને તેમના મૃત્યુના સમાચાર મળ્યા. આ માહિતી સોમવારે (15 જાન્યુઆરી)ના રોજ મૃતક વિદ્યાર્થીના પરિવારના સભ્યએ આપી હતી.
USમાં ટ્રમ્પ ચૂંટણી જીતે છે તો રામાસ્વામી નહીં બને ઉપરાષ્ટ્રપતિ
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ થવાની છે જેને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના વિવેક રમાસ્વામી વચ્ચે પણ રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. જ્યાં, એક તરફ ટ્રમ્પ પોતાના પ્રતિદ્વંદ્વીની જાહેરમાં ટીકા કરી રહ્યા છે તો રામાસ્વામીએ આ પગલાંને તેમના સલાહકારોનું દુર્ભાગ્યપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપરિના ટોચના સલાહકારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે રામાસ્વામીના નામની સંભાવનાઓ પર પૂર્ણ વિરામ મૂકી દેતા નિવેદન આપ્યું છે.
ચીન-તાઇવાન વચ્ચે ફરી તણાવ, PLAના 6 ચીની ફાઇટર્સનો ઘૂસણખોરીનો પ્રયાસ
ચીન અને તાઇવાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. શનિવારે અને રવિવારે ચીની સેનાએ તાઇવાનની સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તાઇવાનની સેનાએ તેનો જવાબ આપ્યો હતો. તાઇવાનના મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સે સોમવારે નિવેદન આપીને આ અંગે માહિતી આપી છે.
આશિષ નેહરા પાસે કામ માંગવા ગયેલ, પરંતુ..! યુવરાજ સિંહના ખુલાસાથી હંગામો
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 10 જૂન 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 42 વર્ષીય યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માંગે છે, પરંતુ નવી ભૂમિકામાં. યુવીએ કહ્યું કે જ્યારે તેના બાળકો શાળાએ જવાનું શરૂ કરે છે, ત્યારે તે કોચિંગ સ્ટાફનો ભાગ બનીને ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માંગે છે. આ સિવાય યુવીએ બીજી એક વાત પણ જણાવી જેના વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે.