કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનો નેનૈયો ભણી દીધો છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ રામ મંદિરને લઈને એક નિવેદન આપ્યું છે. તો, બીજી બાજુ જ્ઞાનવાપી કેસને લઈને આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે વુજુખાનામાં જિલ્લા કલેકટરની દેખરેખમાં સાફસફાઇ કરાવવામાં આવે. તો જ્યાં એક તરફ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે તો ગુજરાતમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે NRI અને મૂળ વડોદરાના જિજ્ઞેશ મહેતાએ ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન તૈયાર કરી છે. આ LED સ્ક્રીન સરયુ નદીમાં મુકવામાં આવશે. જેના પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે....ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર...


અમે અયોધ્યા નહીં જઈએ, રામ મંદિર રાજનૈતિક કાર્યક્રમઃ રાહુલ ગાંધી

અયોધ્યા રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ અને એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશથી લોકો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા આવવાના છે. બોલીવુડના દિગ્ગજ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો, ક્રિકેટ જગત, સાધુ-સંતો-મહંતો તેમજ પોલીટિકલ પાર્ટીથી લઈને ટેલિવુડ ઈન્ડસ્ટ્રીઝ અને સાઉથ ઈન્ડસ્ટ્રીઝના લોકો પણ આ સમારોહમાં હાજર રહેવાના છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનો નેનૈયો ભણી દીધો છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ રામ મંદિરને લઈને એક નિવેદન આપ્યું છે.

જ્ઞાનવાપી કેસ: જ્યાં શિવલિંગ હોવાનો દાવો કરાયો તે વુજુખાનામાં થશે સફાઇ

સુપ્રીમ કોર્ટે મંગળવારે કાશીના જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ પરિસરમાં હાજર પાણીની ટાંકી (વુજુખાના)ની સાફસફાઇ કરવાની મંજૂરી આપી છે. મહત્વનું છે કે હિન્દુ પક્ષે આ જ વુજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે હિન્દુ પક્ષની અરજી પર આ નિર્દેશ આપ્યો હતો.

ગુજરાતી લગાવશે સરયુ નદીમાં દેશની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન

અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ ક્ષણને ઐતિહાસિક બનાવવા માટે સૌ કોઈ પ્રયત્ન કરી રહ્યું છે. NRI અને મૂળ વડોદરાના જિજ્ઞેશ મહેતાએ ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન તૈયાર કરી છે. આ LED સ્ક્રીન સરયુ નદીમાં મુકવામાં આવશે. જેના પર 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના તમામ કાર્યક્રમો આ સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

વંથલી તાલુકાના ગાદોઈ ટોલટેક્સનો વિવાદ વધુ વકર્યો, લાખો રૂપિયાની માંગણી થઇ

વંથલી તાલુકાના ગાદોઈ ટોલટેક્સનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં ટોલટેક્સના મેનેજર પાસેથી રૂપિયા 6 લાખની માંગણી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દેશના સ્ટાર્ટઅપ રેકિંગમાં 'બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ' તરીકે ગુજરાત સતત ચોથીવાર ટોપ

દેશમાં સ્ટાર્ટઅપની બોલબાલા વધી રહી છે ત્યારે ગુજરાતનો તેમાં પણ મહત્વનો રોલ જોવા મળી રહ્યો છે. ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જેની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે.

પ્રખ્યાત કથાકાર મોરારિબાપૂ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં આપશે હાજરી

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસ યોજાવા જઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે મોરારિબાપુને રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે. મોરારિબાપુએ પ્રાણપ્રતિષ્ઠા પછી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામકથા કરશે તેવું જણાવ્યું છે.

લોકસભા ચૂંટણી પહેલાં રાજ્ય સરકારની વન સેતુ ચેતના યાત્રા

લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે ભાજપ દ્વારા તમામ વર્ગને સાંકળી લેવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં પક્કડ મજબૂત કરવા માટે વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરી રહ્યા છે.

ટ્રમ્પ-બાઈડેનની ટક્કર હું જ ટાળી શકું છું: નિક્કી હેલી

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર માનવામાં આવતા નિક્કી હેલીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નિક્કી હેલીએ કહ્યું છે કે તેઓ રિપબ્લિકન પાર્ટીના મતદારોની એકમાત્ર આશા છે, જે ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે થનાર સંભવિત ટક્કરને રોકી શકે છે.

રાષ્ટ્રપતિ બાઈડેને ટ્રમ્પને ગણાવ્યા રિપબ્લિકન પાર્ટીના ફ્રન્ટ રનર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની પહેલી રેસ જીતી ગયા છે. આ જીતથી તે અનુમાનો વધુ મજબૂત થઈ ગયા છે જેમાં કહેવામાં આવતું હતું કે આ વખતે પણ રાષ્ટ્રપતિ જો બાઈડેનને એકવાર ફરી ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવો પડી શકે છે. એવામાં બાઈડેને પૂર્વ રાષ્ટ્રપતિને રિપબ્લિકન પાર્ટીના ફ્રન્ટ રનર ગણાવ્યા છે.

ભવિષ્યના રવિન્દ્ર જાડેજાના નામથી ઓળખાય છે સિદ્ધાર્થ દેસાઈ, રણજીમાં મચાવી તબાહી

સોમવારે રણજી ટ્રોફીમાં ગુજરાત અને કર્ણાટક વચ્ચે અદ્ભુત મેચ જોવા મળી હતી. બધાને લાગતું હતું કે કર્ણાટક આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ એવું થયું નહીં. ગુજરાતના એક યુવા બોલરે કર્ણાટકની ટીમ પર એવો તબાહી મચાવી દીધી કે આખી ટીમ મળીને 110 રન પણ બનાવી શકી નહીં.

  • Follow us on: