ખાલિસ્તાની આતંકી ગોલ્ડી બરાડ સહિત 5 આરોપી ઉપર NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 10 મી ડિસેમ્બર 2024 ના ગુરુગ્રામની બે ક્લબો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ સાજિશ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ દ્વારા અશાંતિ ફેલાવવા કરવામાં આવી હતી. ત્રણ આરોપી પકડાઈ ચૂક્યા છે જ્યારે ગોલ્ડી બરાડ અને અન્ય એક આરોપી ફરાર છે.


પંચકૂલાની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ

રાષ્ટ્રીય તપાસ સમિતિ NIA દ્વારા શુક્રવારે પંચકૂલાની વિશેષ અદાલતમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કેનેડામાં રહેતો ખાલિસ્તાની આતંકી સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ, અમેરિકામાં રહેતો રણજીતસિંહ ઉર્ફ રણજીત મલિક આ ફરાર આરોપી ઉપરાંત ત્રણ અન્ય આરોપી સચિન તલીયાન, અંકિત અને ભાવીશ સામેલ છે. હરિયાણાની આસપાસસ સાંપ્રદાયિક તણાવ ઊભો કરવામાં સાજિશનો હિસ્સો ગુરુગ્રામ હુમલો હતો. સેક્ટર 29ના વેર હાઉસ અને હ્યૂમન કલબ ને બોમ્બથી ઉડાવવાની યોજના હતી.

આતંક ફેલાવવા સહિતની ગતિવિધિ કરાઇ

તપાસ દરમિયાન એમ પણ ખુલાસો થયો છે કે ગોલ્ડી બરાડ અને તેના સહયોગીઓ દ્વારા આ કારસ્તાન રચાયું હતું. જેનાથી દેશમાં ડર અને આતંક ફેલાવવા ઉપરાંત ખંડણી, હથિયારોની ખરીદી, વિસ્ફોટકોની વ્યવસ્થા અને અન્ય ગતિવિધિઓ વધારી દેવાઈ હતી.

દેશની એકતા અને સુરક્ષાને નુકસાનની પેરવી

ગુરુગ્રામ કેસના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, હથિયારી કાયદો, વિસ્ફોટક પદાર્થ અને ગેરકાનૂની ગતિવિધિના કાયદા મુજબ કેસ કરવામાં આવ્યો છે. દેશની એકતા, આર્થિક સુરક્ષાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી. 

  • Follow us on: