- ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગોસાઇ
- અંગત કારણોસર પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યુ
- બદ્રીનાથના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ભંડારીએ પણ રાજીનામું આપ્યુ
2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગોસાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પાછળ તેણે પોતાનું અંગત કારણ જણાવ્યું છે. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષને સંબોધિત પત્રમાં કહ્યું કે તે અંગત કારણોસર પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છે. આ સિવાય બદ્રીનાથના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ભંડારીએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
અનુકૃતિ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો
ભૂતપૂર્વ સૌંદર્ય સ્પર્ધાના વિજેતા અનુકૃતિ ગોસાઇએ પાર્ટીમાં જોડાયા પછી તરત જ કોંગ્રેસની ટિકિટ પર લેન્સડાઉન મતવિસ્તારમાંથી 2022ની વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી. અનુકૃતિ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.
હરકસિંહ રાવતને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા
હરક સિંહ રાવતને પુષ્કર સિંહ ધામીની કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પછી તેઓ તેમની પુત્રવધૂ સાથે કોંગ્રેસમાં જોડાયા, ત્યારબાદ તેમને લેન્સડાઉનથી ચૂંટણી લડવાની ટિકિટ મળી. ઉત્તરાખંડમાં લોકસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે પાંચ લોકસભા સીટો માટે તારીખ જાહેર કરી છે. અહીં પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.
આ સંપૂર્ણ શેડ્યૂલ છે
પ્રથમ તબક્કામાં 102 લોકસભા બેઠકો પર મતદાન, 20 માર્ચે નોટિફિકેશન, 27 માર્ચે નામાંકન ભરવાની છેલ્લી તારીખ, 28 માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી. 30 માર્ચે નામાંકન પરત ખેંચી શકાશે. 19મી એપ્રિલે મતદાન.