• હાથરસ સત્સંગ દુર્ઘટના મામલે તપાસ તેજ
  • 20 લોકોને લીધા કસ્ટડીમાં
  • બાબાના આશ્રમની બહાર પોલીસ તૈનાત

યુપી હાથરસ સત્સંગ દુર્ઘટના મામલે 121 લોકોના મોત થયા છે. ત્યારે આ મામલે પોલીસે 20 લોકોને કસ્ટડીમાં લીધા છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. આ મામલે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ બાબા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા અને તેના મુખ્ય સેવક દેવપ્રકાશ મધુકરને શોધવામાં વ્યસ્ત છે. અકસ્માતમાં મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મોટાભાગના મોત ગૂંગળામણને કારણે થયા છે. તેમજ વધુ પડતા દબાણના કારણે લોકોની છાતીની પાંસળી પણ તૂટી ગઈ હતી. પોલીસ 100 થી વધુ લોકોના મોબાઈલ ફોનના સીડીઆર સ્કેન કરી રહી છે. હાથરસ, મૈનપુરી અને આગ્રા સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે. કેસની તપાસ કરી રહેલા ADG ઝોન આગરાએ અનેક જિલ્લાઓની પોલીસનો સમાવેશ કરીને એક ટીમ બનાવી છે.

 તપાસ નોઈડા પહોંચી

હાથરસ અકસ્માતની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. યુપી પોલીસ આજે સવારે નોઈડા સેક્ટર 87માં નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાના આશ્રમમાં પહોંચી હતી. પોલીસે 20 લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભોલે બાબાના આશ્રમની બહાર પોલીસ તૈનાત છે. હાથરસ પોલીસ કેટલીક મહિલાઓની પણ પૂછપરછ કરી રહી છે. હાથરસ પોલીસ 100 થી વધુ લોકોના સીડીઆરની તપાસ કરી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે. ADG જૉન આગ્રાએ પોલીસ ટીમો બનાવીને તેમને જવાબદારી સોંપી છે.


  • Follow us on: