• યુપીના હાથરસમાં 2 જુલાઇએ બની સત્સંગ દુર્ઘટના
  • 121 લોકોના થયા મોત
  • યોગી આદિત્યનાથને રાહુલ ગાંધીએ લખ્યો પત્ર

યુપીના હાથરસમાં 2 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં 121 લોકોના મોત થયા હતા. રાહુલ ગાંધીએ આ દુર્ઘટનામાં પીડિત લોકોની પણ મુલાકાત લીધી હતી. જે બાદ રાજકારણ તેજ બન્યુ છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ યુપી સીએમને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવો જાણીએ રાહુલગાંધીએ પત્રમાં શું લખ્યું.

સીએમ યોગીને લખ્યો પત્ર

રાહુલ ગાંધીએ 2 પાનાનો પત્ર લખ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી વળતરની રકમ અપૂરતી હોવાનું જણાવ્યું છે.. વળતરની રકમ વધારવાની માંગ કરી છે. સાથે જ પીડિત પરિવારોને વહેલી તકે તે રકમ આપવાની માગ કરી છે. તેમણે એમ પણ લખ્યું કે ઘાયલોને વહેલી તકે યોગ્ય સારવાર આપવામાં આવે અને તેમને યોગ્ય વળતર પણ આપવામાં આવે.

પીડિતોને મળ્યા હતા રાહુલગાંધી

રાહુલ ગાંધીએ પત્રમાં એમ પણ કહ્યું કે લોકોને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને સખતમાં સખત સજા મળવી જોઈએ. આ પહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે હાથરસની મુલાકાત લીધી હતી અને પીડિતોને મળ્યા હતા. પોતાની બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ પત્રમાં કહ્યું કે હાથરસમાં નાસભાગની દુર્ઘટનાથી પીડિત પરિવારોને હું મળ્યો હતો. મે તેમના દુઃખને અનુભવ્યું. તેમની મુશ્કેલીઓ જાણીને મને દુઃખ થયું. મારી પાસે કહેવા માટે કોઇ શબ્દ નથી.

ભોલે બાબા સામે કેસ નોંધાયો

2 જુલાઈએ હાથરસમાં થયેલી આ દુર્ઘટના બાદ મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ભોલે બાબા કે જેમનું સાચુ નામ સૂરજ પાલ સિંહ છે. તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ભોલે બાબા સામેનો કેસ પટનાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

  • Follow us on: