બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલી IPL 2025ની વિજય પરેડને નજરે જોવા માટે લોકોનો જુવાળ ઉમટી પડ્યો, અને સ્ટેડિયમની બહાર 3 લાખ જેટલી માંનવ મેદની કિડીયારાની ઉમટી પડી. જોત જોતામાં ભીડ એ હદની બેકાબૂ બની ગઈ કે, તંત્રના ભોગે આ ભાગ દોડમાં 10 થી વધારે લોકો મોતને ભેટયા હતા.
વિજય પરેડમાં ભાગદોડ થઈ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી અને 18 વર્ષનો ટ્રોફીનો દુષ્કાળ પણ પૂરો કર્યો, પરંતુ આ ટ્રોફી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આફતની ટ્રોફી બની ગઈ છે. જીતની ઉજવણી બાદ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલી IPL 2025ની વિજય પરેડમાં ભાગદોડ થઈ અને 10 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલાની નોંધ લીધી છે અને આજે એટલે કે 5 જૂન બપોરે આ કેસની સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.
સરકાર ન્યાયાલયને આપશે માહિતી
આ કેસ અત્યારે મુખ્ય ન્યાયાધીશ વી. કમેશ્વરરાવ અને ન્યાય મૂર્તિ સી એમ જોશીની અધ્યક્ષતામાં આગળ વધશે. કર્ણાટક સરકારે અત્યારે તો કર્ણાટક ક્રિકેટ એસોશીએશન પર આખો દોષનો પોટલો ઢોળી દીધો છે, અને આ ઘટનામાં સરકાર કોઈ રીતે અપરાધી છેજ નહીં એવું કર્ણાટક સરકારના ગૃહ મંત્રી સ્પષ્ટપણે નિવેદન આપી રહ્યા છે. RCB, BCCI અને કર્ણાટક સરકાર હાલ તો આ કેસ માંથી પોતાને દૂર રાખવાના સતત પ્રયત્ન ચાલુ કરી દીધા છે અને એટલા માટેજ કર્ણાટક હાઈકોર્ટ એક્શન મોડમાં આવી ગઈ છે.
ભાજપના સાંસદે કોનું ઉદાહરણ આપ્યું?
આ ઘટના બાદ ભાજપના સાંસદ સંબિત પાત્રાએ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનનું ઉદાહરણ આપતા કહ્યું, કે થોડા સમય પહેલા પુષ્પા 2 ફિલ્મ સ્ક્રિનિંગ વખતે આ પ્રકારનીજ એક ઘટના ઘટી હતી ત્યારે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. યો શું અત્યારે આ કેસમાં કર્ણાટક સરકારના ગૃહ મંત્રીની ધરપકડ થશે ખરી?