બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલી IPL 2025ની વિજય પરેડને નજરે જોવા માટે લોકોનો જુવાળ ઉમટી પડ્યો, અને સ્ટેડિયમની બહાર 3 લાખ જેટલી માંનવ મેદની કિડીયારાની ઉમટી પડી. જોત જોતામાં ભીડ એ હદની બેકાબૂ બની ગઈ કે, તંત્રના ભોગે આ ભાગ દોડમાં 10 થી વધારે લોકો મોતને ભેટયા.


બેંગલુરુ કાંડમાં નવી અપડેટ

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર જે ઘટના બની એ કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર બેંગલુરુ પોલીસ આ વિજય પરેડ માટે રવિવારનો દિવસ પસંદ થાય એવું ઇચ્છતી હતી, કેમકે રવિવારના દિવસે રજા હોવાથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ વધારે જોવા નથી મળતી. ટ્રાફિક સમસ્યા ન હોવાથી પોલીસ વિભાગને સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન કરવામાં સરળતા રહે છે.

સરકાર જીદ પર અડગ રહી

બેંગલુરુ પોલીસના જે મુજબના ખુલાસા સામે આવ્યા છે, એ ખરેખર ચોંકાવનારા લાગી રહ્યા છે. આ આખે આખા ઘટના ક્રમમા હવે સરકારની જીદ સામે આવી છે. બેંગલુરુ પોલીસનું કહેવું છે કે રવિવારે વિજય પરેડ રાખવાનું સરકારને કહેવા છતાં સરકાર બુધવારે એટલે કે ફાઇનલ મેચના પછીના દિવસે વિજય પરેડનું આયોજન કરવાની બાબતમાં અડગ રહી. દુર્ભાગ્ય એ રહ્યું કે બુધવારેજ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભીડ બેકાબૂ બની ગઈ, ભાગદોડ થઈ અને 10 થી વધારે લોકો મૃત્યુ પામ્યા.

શું બોલ્યા ગૃહમંત્રી?

10 થી વધારે લોકોના જીવ ગયા અને સરકાર એક બીજાને ખો આપી રહી છે , દોશના ટોપલા એકબીજાના માથે ઢોળી રહી છે. કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે "તમને વિજય પરેડનું આયોજન કરવાની આટલી ઉતાવળ કેમ હતી? તો પરમેશ્વરાએ જવાબ આપ્યો કે આ કાર્યક્રમતો કર્ણાટક ક્રિકેટ એસોશીએશન તફથી રાખવામાં આવ્યો હતો. આ વિજય પરેડના આયોજનમાં સરકારનો કોઈ હાથ નથી. અમે કીધુંજ નોતું કે તમે આવું કોઈ આયોજન કરો".

  • Follow us on: