હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી ગઇ. આ દુર્ઘટના શકેલહડ પાસે થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, કુલ્લુના અની સબ-ડિવિઝનના શ્વા઼-નગાન રોડ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે બસમાં 20 થી 25 લોકો હતા અને આ બસ કારસોગથી આની આવી રહી હતી તે દરમિયાન જ અધવચ્ચે રસ્તામાં બસને અકસ્માત નડ્યો.
અનેક લોકો ઇજાગ્રસ્ત













