• ગુજરાતમાં સતત દરિયાઈ વાવાઝોડા આવતા રહે છે
  • વાવાઝોડામાં ઘણી વખત જાન-માલનું નુકસાન થાય છે
  • તોફાનનું નિર્માણ કેટલાક પરિબળો પર આધારિત થાય છે

ભારત દરિયાથી ઘેરાયેલો દેશ છે. આ જ કારણ છે કે ભારત અને તેમાં આપણા ગુજરાતમાં સતત દરિયાઈ તોફાનો આવતા રહે છે. દરિયાઈ તોફાન વિશે બધા લોકો જાણે છે પરંતુ મોટાભાગના લોકો આ તોફાનો સર્જાવા પાછળના કારણોથી અજાણ હોય છે. આજે અમે તમને આની પાછળના કારણો જણાવવાના છીએ.

તોફાનો સર્જાવા પાછળના કારણો

દરિયામાં આવા અનેક મોટા તોફાનો રચાય છે જે આસપાસના દેશો માટે મોટી સમસ્યા સાબિત થાય છે. આ વાવાઝોડામાં ઘણી વખત જાન-માલનું નુકસાન થાય છે. વાસ્તવમાં સમુદ્રમાં તોફાનનું નિર્માણ મૂળભૂત રીતે કેટલાક પરિબળો પર આધારિત છે. પ્રથમ પરિબળ જેમાં ઓછામાં ઓછું 29 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી છે. બીજું ભેજવાળી હવા અને કન્વર્ઝિંગ પવન છે.

વાવાઝોડાની રચનાની શરૂઆત વાવાઝોડાના સમૂહ વીજળી અને વરસાદ સાથેનું તોફાન સમુદ્રની સપાટી પર આગળ વધવાથી થાય છે. જ્યારે સપાટી પરનું પાણી ગરમ હોય છે ત્યારે વાવાઝોડા તે ગરમીને શોષી લે છે. આનાથી હવામાં ભેજનું પ્રમાણ વધે છે. આ સમયગાળા દરમિયાન જો પવનની દિશા સાનુકૂળ બને તો વાવાઝોડાની શરૂઆત થાય છે.

તોફાનો વિનાશ સર્જે છે

આ તોફાનો સતત વધતા રહે છે અને જ્યારે તે કોઈ દેશની નજીક આવે છે ત્યારે ત્યાં પણ વિનાશ સર્જે છે. ભારતમાં કોઈને કોઈ કિનારે પુરા વર્ષ દરમિયાન વાવાઝોડા સર્જાતા રહે છે. આમાં ઘણી વખત મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવે છે.

  • Follow us on: