ઇન્ફોસિસના કો ફાઉન્ડર નારાયણ મૂર્તિએ 70 કલાક કામ કરવાની સલાહ આપી હતી જે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ત્યારે હવે એલએન્ડ ટીના ચેરમેન 90 કલાક કામ કરવાની સલાહ આપીને બરાબરના ડ્રોલ થયા છે. બિઝનેસ જગતથી માંડીને બોલિવૂડ હસ્તીઓ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. આ સાથે જ તેમણે એક એવી પણ ટિપ્પણી કરી કે તેઓ સોશિયલ મીડિયામાં જબરદસ્ત ટ્રોલ થયા અને હવે કંપનીએ આ અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી.


એવુ તો શું બોલ્યા L&T Chairman?

એક વીડિયો L&T Chairmanનનો વાયરલ થયો છે જેમાં તેઓએ અઠવાડિયાના 90 કલાક કામ કરવાની સલાહ આપી છે. સાથે જ તેમણે કર્મચારીઓને એવુ પણ કહ્યુ કે તમે ઘરે રહીને તમારી પત્નીને ક્યાં સુધી જોતા રહેશો. ઘરે ઓછો અને ઓફિસમાં વધારે સમય વિતાવો. તેમણે એમ પણ કહ્યું કે મને એ વાતનું દુઃખ છે કે હું કર્મચારીઓને રવિવારે કામ કરાવી શકતો નથી. મને વધારે ખુશી થશે જો હું રવિવારે પણ કામ કરાવી શકું.

બિઝનેસથી લઇને ફિલ્મ જગતમાં થયા ટ્રોલ

L&T ના ચેરમેન એસએન સુબ્રમણ્યમ 90 કલાકના કાર્ય સપ્તાહના સૂચન પર શરૂ થયેલી ચર્ચા માટે સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા થઈ રહી છે. આરપીજી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન અબજોપતિ હર્ષ ગોએન્કાએ તેમના આ નિવેદનની ટીકા કરી હતી.

દિપીકા પાદુકોણે પણ કરી ટીકા

બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર સુબ્રમણ્યમના નિવેદનની નિંદા કરી અને લખ્યું, 'આટલા ઉચ્ચ પદ પર બેઠેલા એક વરિષ્ઠ વ્યક્તિ આવા નિવેદનો આપે છે તે જાણીને આઘાત લાગ્યો, માનસિક સ્વાસ્થ્ય મહત્વનું છે.'


હવે કંપનીએ કરી સ્પષ્ટતા

હવે કંપનીએ L&T ના ચેરમેન સુબ્રમણ્યમને વર્ક કલ્ચરને લઇને આપેલી સ્પષ્ટતા દ્વારા કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. એલએન્ડટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં આપણા જનાદેશનું મૂળ છે. વિતેલા 8 દશકોથી વધારે સમયથી આપણે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ અને તકનીકી ક્ષમતાને આકાર આપવામાં વ્યસ્ત છે. અમારુ માનવુ છે કે આ ભારતનો દશક છે. એક એવો સમય કે જેમાં વિકાસ અને આગળ વધવા માટે એક વિકસિત રાષ્ટ્ર બનાવાના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સામુહિક સમર્પણ અને પ્રયાસની જરૂરિયાત છે. એલએન્ડ ટીમાં અમે એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છીએ કે જ્યાં ઝનૂન, ઉદ્દેશ્ય અને પર્ફોમન્સ આપણને આગળ વધારે છે.


  • Follow us on: