RJD પ્રમુખ લાલુ યાદવે પુત્ર તેજ પ્રતાપને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ અંગે લાલુ યાદવે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે હવે પરિવાર અને પાર્ટીમાં તેજ પ્રતાપની કોઇ ભૂમિકા નથી. મહત્વનું છે કે તેજપ્રતાપે 24 મેના રોજ પોતાની રિલેશનશિપને લઇને જાહેરાત કરી હતી. જો કે બાદમાં તેને હેક કરેલી તસવીરો ગણાવી હતી.
લાલુ યાદવે કરી પોસ્ટ
તેમણે સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડનો ફોટો શેર કર્યો અને કહ્યુ કે 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ. જો કે મીડિયામાં આ વાત વાયુવેગે ફેલાતા તેણે સ્પષ્ટતા કરી હતી કે મારા ફોટોને ખોટી રીતે ઉપયોગમાં લેવાયો છે. તેને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતુ. જો કે હવે લાલુ યાદવે આ પગલુ ભરતા આ એમ કહેવુ યોગ્ય ગણાય કે રિલેશનશિપ વાળી વાત સાચી હશે. જો કે આ બાબતની કોઇ પુષ્ટિ થઇ નથી.
કેટલી છે સંપત્તિ ?
પાર્ટીમાંથી 6 વર્ષ માટે કાઢી મૂક્યા પરંતુ પરિવારમાંથી પણ કાઢી મૂક્યા. ત્યારે આવો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે. તમને જણાવી દઈએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં રજૂ કરાયેલા ચૂંટણી સોગંદનામા મુજબ તેજ પ્રતાપ યાદવ પાસે 2 કરોડ 83 લાખ રૂપિયાની સંપત્તિ છે. આ સાથે, તેમના પર 17 ખ 57 હજાર રૂપિયાની જવાબદારી છે.
કેમ પાર્ટી-પરિવારમાંથી કાઢી મૂકાયો ?
તેજ પ્રતાપે ગઈકાલે (શનિવાર 25 મે) જ પોતાના સંબંધની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે છેલ્લા 12 વર્ષથી એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે. આ સાથે તેણે તેની ગર્લફ્રેન્ડનો ફોટો પણ શેર કર્યો. પોસ્ટ વાયરલ થયા પછી તેજ પ્રતાપ યાદવે કહ્યું કે કોઈએ તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યું છે અને AI જનરેટરની છબી પોસ્ટ કરી છે.