દેશમાં ક્યાંય ભ્રષ્ટાચાર, સ્કેમ અને તથા કરચોરી જેવા ગેર કાયદાકીય પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. જેમાં નેતાઓ અને અધિકારીઓની સંડોવણી છતી થાય છે. તેવામાં રાજસ્થાનના એક આઇએએસ સામે આવક કરતા વધારે સંપત્તિ મામલે એસીબીએ રેડ પાડી છે. બુધવારે રાજ્યમાં 4 જગ્યાએ રેડ પાડી હતી. આઇએએસના ઠેકાણા પર રેડ પાડતા એસીબીએ બે લાખ રૂપિયા કેશ, 11 કિલો ચાંદી, 300 ગ્રામ ગોલ્ડ સહિત 13 પ્લોટના દસ્તાવેજ મળી આવ્યા હતા. આ સંડોવણી બાદ આઇએએસ રાજેન્દ્ર વિજયને પદ પરથી હટાવી દીધા છે.


પદ પરથી હટાવી દેવાયા IAS 

ACBએ બુધવારે રાજસ્થાનના કોટા વિભાગના કમિશનર રાજેન્દ્ર વિજય સામે અપ્રમાણસર સંપત્તિના કેસમાં રાજ્યમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. IAS પરિસરમાં તપાસ દરમિયાન ACBને 2 લાખથી વધુની રોકડ, 300 ગ્રામ સોનું, 11 કિલો ચાંદી અને 13 પ્લોટ સહિત ઘણા દસ્તાવેજો મળ્યા હતા. જે બાદ સરકારે તેમને પદ પરથી હટાવી દીધા છે.

પૈતૃક ઘરને કરી દેવાયું સીલ

સૂચના મળ્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોટામાં બે અને જયપુરમાં એક જગ્યાએ લગભગ આઠ કલાક દરોડા પાડ્યા હતા. આ સિવાય દૌસામાં IAS રાજેન્દ્ર વિજયના પૈતૃક ઘરને પણ સીલ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર એસીબીને 2.22 લાખ રૂપિયા રોકડા, 335 ગ્રામ સોનાના દાગીના, 11.8 કિલો ચાંદીના દાગીના, ત્રણ વાહનો અને 13 કોમર્શિયલ પ્લોટ મળી આવ્યા હતા. આ સિવાય તપાસ ટીમને ઓફિસર સાથે જોડાયેલા 16 બેંક ખાતા પણ મળ્યા. ટીમને વીમા પોલિસીના ઘણા દસ્તાવેજો અને બેંક લોકરની વિગતો પણ મળી આવી છે.

ACB ડિરેક્ટરે શું કહ્યું?

એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર ડો.રવિ પ્રકાશ મહેરાએ જણાવ્યું હતું કે બ્યુરો હેડક્વાર્ટરને ગોપનીય માહિતી મળી હતી કે રાજેન્દ્ર વિજય આઈ.એ.એસ. ડિવિઝનલ કમિશનર, કોટા ડિવિઝન, ભ્રષ્ટ માધ્યમો દ્વારા, તેમની કાયદેસર આવકના પ્રમાણમાં તેમના અને તેમના પરિવારના સભ્યોના નામે જંગમ અને સ્થાવર મિલકતો હસ્તગત કરી છે. જેની અંદાજિત બજાર કિંમત કરોડો રૂપિયાથી વધુ છે. આ માહિતી બાદ તથ્યોની તપાસ કરવામાં આવી હતી અને તે સાચી જણાતાં એસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

રાજેન્દ્ર વિજયે અત્યાર સુધી કઈ કઈ જવાબદારીઓ નિભાવી ?

  • રાજેન્દ્ર વિજયે 1991માં ટોંક, દૌસા અને નાગૌરમાં ACMની પોસ્ટ પર તાલીમ દરમિયાન પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી વર્ષ 1992માં ઉનિયારામાં વિકાસ અધિકારી તરીકે કામ કર્યું.
  •  ઓગસ્ટ 1993 થી સપ્ટેમ્બર 1993 સુધી ACEM સુજાનગઢ હતા. અલવરમાં એડીએમ સિટી, ડીઆઈજી રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પની પોસ્ટ પર પણ કામ કર્યું. ભરતપુરમાં એડિશનલ કલેક્ટર, આરએસઆરટીસી જયપુરમાં ડેપ્યુટી જનરલ મેનેજર, જેડીએમાં ડેપ્યુટી કમિશનર. તેમણે આરએફસીમાં જનરલ મેનેજર, પ્રવાસન વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી, બારાન જિલ્લા કલેક્ટર, બાલોત્રા કલેક્ટર જેવા પદો સંભાળ્યા છે.
  • કોટામાં જોડાતા પહેલા તેઓ RUIDPમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. તેઓ તેમની કારકિર્દીમાં બે વખત APO પણ રહી ચૂક્યા છે.

  • Follow us on: