ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ દેશમાં સ્થિતિ સામાન્ય બની છે. છતાં નાપાક પાકિસ્તાનની અવળચંડાઈ દિવસેને દિવસે સામે આવી રહી છે. ભારતને નુકસાન પંહોચાડવા પાકિસ્તાન દ્વારા દેશના જ નાગરિકો દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર હેઠળ પાઠ ભણાવ્યો છતાં નફ્ફટ પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. એટલે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થતા દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા શંકાસ્પદ લોકોની અટકાયતનો દોર શરૂ થયો છે.


હિમાચલ પ્રદેશમાંથી કરાઈ યુવકની ધરપકડ

હરિયાણાની યુટયુબર જ્યોતિનો કિસ્સો કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે વધુ એક શખ્સની જાસૂસી કરવા બદલ અટકાયત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર યુવક અભિષેક સિંહ ભારદ્વાજની દેહરા સબડિવિઝન ધરપકડ કરાઈ. યુવકની પ્રવૃત્તિ વધુ શંકાસ્પદ લાગતા આ મામલો હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચી ગયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સેના, બીએસએફ, આઈબી અને એનઆઈએની ટીમો પણ એક્શનમાં આવી ગઈ છે.

યુવક પાંચ દિવસના રીમાન્ડ પર

કાંગડા જિલ્લાના દેહરા સબડિવિઝનના સુખહાર ગામ  રહેતો 18 વર્ષનો યુવક આખરે કેવી રીતે જાસૂસી કાંડમાં પૈસાના લોભમાં ફસાઈ ગયો? જોકે, આ તપાસ બાદ જ ખબર પડશે. કોર્ટે આરોપી યુવકને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. ધરપકડ બાદ યુવકનું ફેસબુક લોક કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, યુવકની પોલીસે 28 મેના રોજ ધરપકડ કરી હતી. એસપી મયંક ચૌધરીએ જણાવ્યું કે પોલીસે આરોપીનો ફોન પણ જપ્ત કર્યો છે અને તેને તપાસ માટે લેબમાં મોકલી આપ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ તેના ફોનમાંથી ડેટા પણ ડિલીટ કરી દીધો છે.

યુવક અભિષેક સિંહે પૈસાની લાલચમાં કરી જાસૂસી

પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બદલો લેવાની કાર્યવાહી પછી, ભારતીય સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. છેલ્લા મહિનામાં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓની અટકાયત અથવા ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે હિમાચલ પ્રદેશમાં ધરપકડ કરાયેલ આ યુવાન અભિષેક ગરીબ પરિવારનો છે અને તેના પિતા ડ્રાઇવર છે. આથી પોલીસનું અનુમાન છે કે પૈસાની લાલચમાં યુવકે જાસૂસી કરી હોઈ શકે.

  • Follow us on: