- બંગાળની ખાડીમાંથી ઉઠતા ચક્રવાતને લઇને ચેતવણી
- દક્ષિણ-પૂર્વ વિદર્ભ અને તેલંગણા, મહારાષ્ટ્રમાં આ ચક્રવાતથી સૌથી વધારે અસર
- 2 સપ્ટેમ્બરે વિદર્ભમાં ભારે વરસાદની આશંકા છે
ભારતીય હવામાન વિભાગે IMDએ સોમવારે બંગાળની ખાડીમાંથી ઉઠતા ચક્રવાતને લઇને ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે 12 કલાકમાં ઓછા દબાણને કારણે હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે દક્ષિણ-પૂર્વ વિદર્ભ અને તેલંગણા, મહારાષ્ટ્રમાં આ ચક્રવાતથી સૌથી વધારે અસર જોવા મળશે.
મહારાષ્ટ્રમાં આ ચક્રવાતથી સૌથી વધારે અસર જોવા મળશે
હવામાન વિભાગે આપેલા એલર્ટમાં કહેવાયુ છે કે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 2 સપ્ટેમ્બરે વિદર્ભમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગણા, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાત તેમજ તેલંગણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 03 સપ્ટેમ્બરે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.
ચક્રવાતની શું અસર થશે?
હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાત અને ભારે વરસાદને કારણે સ્થાનિક રસ્તાઓ પર પૂર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ સર્જાશે. આ સાથે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી જશે. રસ્તાઓ પર પાણી જમા થવાને કારણે મોટા શહેરોમાં વાહનવ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન થવાની આશંકા છે.
હવામાન વિભાગે કેટલાક ઉપાયો સૂચવ્યા છે
હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારો ભારે વરસાદ અને ચક્રવાતને ધ્યાનમાં રાખીને કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી છે. વિભાગે કહ્યું છે કે મધ્ય મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ઘાટ વિસ્તારોમાં કાળા ચણા અને લીલા ચણાનો પાક સુરક્ષિત સ્થળોએ એકત્રિત કરવો જોઈએ. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, કોંકણ અને ગોવા, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં પાણી ભરાવાથી બચવા માટે, ઉભા પાકો અને ફળોના બગીચાઓમાં પાણીના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઇએ.
આ સિવાય મરાઠાવાડા, આસામ, મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ છે
દક્ષિણ ઓડિશામાં મકાઈ, મગફળી, રાગી, શાકભાજી, નિગાર અને કેળામાંથી; આંધ્ર પ્રદેશમાં ચોખા, મકાઈ, શેરડી, લાલ ચણા, કપાસ, મગફળી, શાકભાજી અને બાગાયતી પાકોમાંથી; તેલંગાણામાં ચોખા, સોયાબીન, લાલ ચણા, મકાઈ, કપાસ અને હળદરના ખેતરોમાં પાણી ભરાતા નુકસાન થવાની શક્યતા છે.