ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, તામિલનાડુમાં આજે અને આવતી કાલે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાને કારણે જ્યારે દરિયામાં ઉછળતા મોજા દરિયાકાંઠે અથડાશે ત્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તરપૂર્વ ભારતમાંથી પરત ફરી ગયું છે. આજે આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાંથી પણ ચોમાસાએ વિધીવત રીતે વિદાય લીધી છે.


2 દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાંથી પણ ચોમાસુ પરત ફરશે

આગામી 2 દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાંથી પણ ચોમાસુ પરત ફરશે. મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ પડશે. જેના કારણે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધશે. નવેમ્બરમાં દિવાળી પછી પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જો કે ડિસેમ્બરમાં હિમવર્ષા થાય છે, પરંતુ આ વખતે નવેમ્બરમાં હિમવર્ષા થવાની શક્યતાઓ વધી રહી છે. ચાલો જાણીએ કે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી છે.

આંધ્રપ્રદેશમાં તોફાન અને વરસાદ પડશે

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાઈ રહ્યું છે, જે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં આવેલ લો પ્રેશર વિસ્તાર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. ચક્રવાતી પરિભ્રમણ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને નજીકના દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વીય પવનોને કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને દક્ષિણ દ્વીપકલ્પના તોફાની પવનો સાથે ભારે વરસાદ પડશે

કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં આજે અને કાલે ભારે વરસાદ પડશે

કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં આજે અને કાલે ભારે વરસાદ પડશે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને કેરળ-તામિલનાડુ-કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તામિલનાડુમાં 16 ઓક્ટોબરે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં, રાયલસીમા, યાનમમાં વીજળી પડી શકે છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના સીએમએ લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. રાજ્યના 4 જિલ્લા ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. માછીમારોને 17 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. એનડીઆરએફ, ટીડીઆરએફને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.

  • Follow us on: