- આસામ બાદ હવે અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દીધું
- મેં, ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ પાર્ટી હાઈકમાન્ડને રાજીનામું આપ્યુ
- લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર-પૂર્વમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની
લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગયા બાદ હવે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં બદલાવ જોવા મળી રહ્યાં છે. ત્યારે, હવે આસામ બાદ હવે અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ મેં શુક્રવારે પાર્ટી હાઈકમાન્ડ કમિટીને મારું રાજીનામું મોકલી આપ્યું હતું.
ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું
કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આસામ બાદ હવે અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ મેં શુક્રવારે પાર્ટી હાઈકમાન્ડ કમિટીને મારું રાજીનામું મોકલી આપ્યું હતું.
નૈતિક ધોરણે રાજીનામું આપ્યું: APCC નેતા
એપીસીસીના જનરલ સેક્રેટરી ગ્યામર તાનાએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને નૈતિક ધોરણે રાજીનામું આપ્યું હતું કારણ કે તેઓ ધારાસભ્યોને અન્ય રાજકીય પક્ષોમાં જોડાતાં રોકી શકતા નથી. તમને જણાવી દઈએ કે નબામ તુકી રાજ્યના સાગલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
રાજ્યના પૂર્વ સિયાંગ જિલ્લાના મેબોમાંથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા
અગાઉ, રાજ્યના પૂર્વ સિયાંગ જિલ્લાના મેબોમાંથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP)ના નેતા લોમ્બો તાયેગ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય ફેબ્રુઆરીમાં કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યો અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નિનોંગ એરિંગ અને વાંગલિન લોઆંગડોંગ ભાજપમાં જોડાયા હતા.
ભાજપના 53 ધારાસભ્યો છે
60 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હવે 53 ધારાસભ્યો છે, જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સરકારને બહારથી સમર્થન આપ્યું છે. લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર-પૂર્વમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.