• પશ્ચિમ બંગાળમાં આજે રાજકીય રણસંગ્રામ
  • પીએમ મોદી અને મમતા બેનર્જી કરશે ચૂંટણી પ્રચાર
  • એક મત વિસ્તારમાં જ બંને દિગ્ગજોનો ચૂંટણી પ્રચાર

લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. જનતા સમક્ષ દિગ્ગજો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ત્યારે વાત કરીએ પીએમ મોદીની તો તેઓ આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં જે બેઠક પર રેલી સંબોધવાના છે ત્યાં જ મમતા બેનર્જી પણ ચૂંટણી પ્રચાર કરવાના છે જેને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પીએમ મોદી અને મમતા બેનર્જીનો એકસાથે પ્રચાર

મળતી માહિતી અનુસાર આવુ પહેલીવાર છે જ્યારે પીએમ મોદી અને ટીએમસી સુપ્રિમો એક જ દિવસે એક મતદારક્ષેત્રના મતદારોને સંબોધિત કરશે. એક રિપોર્ટ મુજબ એમસી સુપ્રીમો મમતા બપોરના કૂચ બિહારમાં રેલી યોજવાના છે. તે જ સમયે પીએમ મોદી લગભગ 3 વાગે મતવિસ્તારના રાસલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરશે, જે 30 કિલોમીટર દૂર છે.

ઉત્તર બંગાળની આ બેઠકો કોના ખાતામાં ?

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી દ્વારા બે દિવસથી જલપાઇ ગુડીમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ ત્યાંના આદિવાસી સમાજ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ચાના બગીચામાં તથા ટી સ્ટોલ પર ચા બનાવતા જોવા મળ્યા હતા. ઉત્તર બંગાળની કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી બેઠકો છે. ભાજપે વર્ષ 2019માં સત્તારૂઢ ટીએમસી પાસેથી ત્રણેય બેઠકો છીનવી લીધી હતી. જેમાંથી કૂચ બિહારના નિસિથ પ્રામાણિક અને અલીપુરદ્વારના જોન બાર્લા, કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપની શું છે સ્થિતિ ?

નોંધનીય છે કે 2019માં ભાજપે રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 18 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. ઉત્તર બંગાળમાં ભાજપે આઠમાંથી સાત બેઠકો જીતી હતી. પૂર્વીય રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ આ વર્ષે ઓછામાં ઓછી 25 બેઠકો જીતવાની યોજના બનાવી રહી છે. જો કે, 2021ની ચૂંટણીમાં બંગાળની 294 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ માત્ર 77 જ જીતી શકી હતી, જ્યારે ટીએમસીએ 213 બેઠકો જીતી હતી. છતાં તે ઉત્તર બંગાળના આઠ જિલ્લાઓમાં 54માંથી 30 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ટીએમસીએ બાદમાં પેટાચૂંટણીમાં ઉત્તર બંગાળમાં આમાંથી બે બેઠકો છીનવી લીધી હતી.


  • Follow us on: