• લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ
  • તિરુવનંતપુરમથી કોંગ્રેસના ઉમેદવાર શશી થરૂર
  • શશૂ થરૂરે પત્રકારે પૂછેલા પશ્ન અંગે કર્યુ ટ્વિટ

લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તડામાર થઇ રહી છે. હવેની ટર્મમાં કોની બનશે સરકાર તેને લઇને સવાલો થઇ રહ્યા છે. જો કે જનતા જનાર્દન જ નક્કી કરશે કે કોણ આવશે સત્તામાં. ત્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેમને પૂછવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકલ્પ કોણ હોઇ શકે. ત્યારે આવો જાણીએ તેમણે શું જવાબ આપ્યો.

આ સવાલ જ ખોટો છે- શશી થરૂર

તેમણે આ સવાલ પૂછવા પર જણાવ્યું કે આ સવાલ જ ખોટો છે, કારણ કે અમે કોઇ એક વ્યક્તિને નહી પરંતુ પરંતુ પાર્ટી કે પાર્ટીઓના ગઠબંધનને ચૂંટીએ છીએ. ઉલ્લેખનીય છે કે આવો સવાલ એક પત્રકારે પૂછ્યો હતો.

આ એક ગૌણ વિચારણા છે- શશી થરૂર

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે જે કોઈ પણ વડાપ્રધાનની પસંદગી કરશે તે એક અનુભવી, સક્ષમ અને વૈવિધ્યસભર ભારતીય નેતા હશે જે લોકોની સમસ્યાઓ પ્રત્યે પ્રતિભાવ આપશે અને તેને વ્યક્તિગત અહંકાર નહીં હોય. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાનની પસંદગી ગૌણ વિચારણા છે. તેઓ કઈ વ્યક્તિને વડાપ્રધાન તરીકે પસંદ કરશે તો તે એક ગંભીર વિચારણા છે.


ચોથી વાર લડી રહ્યા છે ચૂંટણી

મહત્વનું છે કે શશી થરૂર ચોથી વખત લોકસભા ચૂંટણી લડવાના છે. તેઓ કેરળના તિરુવનંતપુરમથી ત્રણ વખતના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર અને ડાબેરી મોરચાના ઉમેદવાર પન્યાન રવિન્દ્રન સામે ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે તિરુવનંતપુરમમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 19 એપ્રિલથી મતદાન શરૂ થશે.


  • Follow us on: