• ઉત્તરપશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ દરમિયાન ગાઢ ધુમ્મસ રહેશે
  • પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધશે
  • આગામી 5 દિવસમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે

ઉત્તરપશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ દરમિયાન ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની શક્યતા છે અને તે પછી ધીમે ધીમે ઘટાડો થશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે અને તે પછી નોંધપાત્ર ઘટાડો થશે.

ગાઢ ધુમ્મસ સાથે ઠંડી વધશે

5 જાન્યુઆરીથી રાત્રે ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વિઝિબિલિટી માત્ર 50 મીટર જ રહેશે. આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે અને તે પછી નોંધપાત્ર ઘટાડો થશે. 

દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગે કહ્યું કે આગામી 5 દિવસમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આવતા સપ્તાહની શરૂઆતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ હરિયાણા અને દક્ષિણ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી ખૂબ જ હળવા વરસાદની સંભાવના છે. જેના કારણે ઠંડી વધી શકે છે.


ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 જાન્યુઆરી જણાવ્યું હતું કે, 8થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. વિભાગે એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં આગામી 3-4 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે તમિલનાડુ અને કેરળમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

  • Follow us on: