ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરુ થયો છે. બન્ને દેશ વચ્ચે વિઝા સેવા ફરી શરુ કરવામાં આવી છે. આ વિઝા સેવા 4 વર્ષ બાદ ફરી શરુ કરાઇ છે. જેને લઇને બન્ને દેશના નાગરિકોમાં ખુશીનો માહોલ છે. વિઝા સેવા ફરી શરૂ થતાની સાથે ભારત અનેમ અફઘાનિસ્તાન પોતાના સંબંધો વધુ મજબૂત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. રાજધાની દિલ્હીએ કાબુલ અંગે રાજદ્વારી પગલું ભર્યું છે.
વિઝા ડિપ્લોમસી શરુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો હાલ એકબીજાને તકલીફ આપી રહ્યા છે. જેના કારણે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ યથાવત્ છે. હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે નવા અધ્યાયની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે અફઘાનિસ્તાન ભારત માટે ભાઇચારો વધારી રહ્યુ છે. અને પરિવારની જેમ તેને સાથ આપી રહ્યુ છે. ચાર વર્ષ પહેલાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ ભારતે અફઘાન નાગરિકોને વિઝા આપવાનું બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. ભારતે ફરી અફઘાન નાગરિકોને વિઝા આપવાનું શરુ કરતા હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે. તેના માટે ઓનલાઇન પોર્ટલ પણ શરુ કરવામાં આવ્યુ છે. વિવિધ ક્ષેત્ર માટે વિઝાની સેવા શરુ કરાઇ છે.
છ શ્રેણીમાં અપાશે વિઝા
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિઝા પોલીસી શરુ કરાઇ છે. ત્યારે નજર કરીએ કયા ક્ષેત્રના લોકો વિઝા મેળવી શકે છે. અભ્યાસ માટે સ્ટુડેન્ટ વિઝા, વેપાર માટે બિઝનેસ વિઝા, મેડિકલ માટે મેડિકલ એટેન્ડન્ટ વિઝા, પ્રવેશ વિઝા મારફતે સંબંધીઓ મેળવી શકે છે વિઝા, યુએન સાથે જોડાયેલા અફઘાન રાજદ્વારીઓ માટે યુએન ડિપ્લોમેડટિકી વિઝા શરુ કરવામાં આવશે. આ મામલે માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. પરંતુ આ મામલે એપ્રિલના અંતથી વિઝા આપવાની શરૂઆત થઇ ચુકી છે. વિવિધ શ્રેણીઓમાં વિના પગારના કાર્યક્રમોમાં હાજરી આપવું, દેશમાં મિલકાત ધરાવવી જેવા વિવિધ પરિવારોનો સમાવેશ થાય છે.
'નવું અફઘાન વિઝા મોડ્યુલ' લોન્ચ
ભારત સરકારે આ નિર્ણય એપ્રિલ મહિનાના અંતમાં લીધો છે. જેના પર કામ પણ શરુ કરવામાં આવ્યુ છે. સરકારી વિઝા પોર્ટલ પર નવું અફઘાન વિઝા મોડ્યુલ શરુ કરવામાં આવ્યુ છે. તાલિબાને જ્યારે કાબુલ પર કબ્જો મેળવ્યો હતો ત્યારે ભારતે સુરક્ષાના કારણોસર તમામ વિઝા સેવા સ્થગિત કરી હતી. જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, તબીબો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા હતા.