- I.N.D.I.A ગઠબંધન ક્યારે દેખાશે એક્ટિવ ભૂમિકામાં
- નથી યોજી એકપણ રેલી કે નથી થઇ બેઠક
- અંદરોઅંદર જ રાજ્યોમાં એકબીજાની છે વિરુદ્ધ
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે એક મંચ હેઠળ એકત્ર થયેલા 28 પક્ષો દરાવતા INDIA ગઠબંધનમાં સ્થિતિ ડામાડોળ હોય તેમ લાગી રહ્યું છે. INDIA ગઠબંધનની મુંબઈ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સંકલન સમિતિ, પ્રચાર સમિતિ સહિતની તમામ સમિતિઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા અને ગઠબંધનને જીતાડવા માટેની વધુ વ્યૂહરચના બનાવશે. પરંતુ આજની સ્થિતિએ આવું કંશુ પણ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું નથી.
બે અઠવાડિયાથી ગઠબંધનમાં કોઇ હિલચાલ નહી
મહત્વનું છે કે પટના, બેંગલુરુ અને મુંબઈમાં INDIA એલાયન્સની બેઠકમાં ભાજપને સત્તા પરથી હટાવવા અને સીટોની વહેંચણી પર સર્વસંમતિ સુધી પહોંચવા માટે તમામ પક્ષો એક થઈને ચૂંટણી લડવા માટે સહમત થયા હતા. જો કે, છેલ્લા બે અઠવાડિયાથી INDIA ગઠબંધનમાં કોઈ હલચલ જણાતી નથી. ભોપાલમાં યોજાનારી પ્રસ્તાવિત રેલીને પણ રદ્દ કરી દેવામાં આવી. જો કે હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે આ રેલી ક્યારે થશે.
શું છે INDIA ગઠબંધનની સમસ્યા ?
- કોઈ ઓફિસ નથી
- કોઈ સંયોજક નથી
- મહાગઠબંધનની એક પણ રેલી હજુ સુધી યોજાઈ નથી
- સીટ વહેંચણીની ફોર્મ્યુલા પણ નક્કી નથી
- વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડીશે કે નહીં તે ખબર નથી
- મહાગઠબંધનમાં પીએમ પદ માટે ઘણા દાવેદારો છે પણ કોઈને લઈને સર્વસંમતિ નથી
અંદરોઅંદર થઇ રહી છે લડાઇ
એક તરફ બીજેપી વિરુદ્ધ એક થઇને INDIA ગઠબંધનની રચના કરી પરંતુ અંદરોઅંદર જ એકબીજા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેમ કે પંજાબમાં સુખપાલ ખૈરાની ધરપકડ થતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટશન થઇ રહી છે. AAPએ સુખપાલ ખૈરાની ધરપકડને કાયદા મુજબની કાર્યવાહી ગણાવી હતી, જ્યારે પંજાબ કોંગ્રેસના નેતાઓએ AAP પર પ્રહારો કર્યા હતા અને તેને સીધો બદલો લેવાની કાર્યવાહી ગણાવી હતી.
INDIA ગઠબંધનમાં જ વિવાદો
- બંગાળમાં ડેન્ગ્યુ પર INC Vs TMC
- પંજાબમાં ખૈરાની ધરપકડ પર INC Vs AAP
- MPમાં 20% મહિલા ટિકિટ પર SP Vs INC
- મહારાષ્ટ્રમાં અદાણી પર INC Vs NCP
- બિહારમાં ક્યાં છે લાલુ-નીતીશની ટિકિટ બેઠક, INC?