કર્ણાટક સરકારે 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સિગરેટના વેચાણ અને રાજ્યમાં હુક્કા બાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાષ્ટ્રપતિએ સિગરેટ અને તમાકુ ઉત્પાદક અધિનિયમ 2024ને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ફેબ્રુઆરી 2024માં રાજ્યના બંને સદનો દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. જેને કર્ણાટકમાં લાગૂ કરવા માટે 2003માં કેન્દ્રીય અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. 


આ કાયદામાં સુધારો થતાં આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાયું હતું. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી રાજ્ય સરકારે હવે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે રાજ્યમાં 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને સિગારેટ અને તમાકુ ઉત્પાદનો વેચવામાં આવશે નહીં. હુક્કાબાર ચલાવવામાં આવશે નહીં અને સાર્વજનિક જગ્યાઓ પર જાહેરમાં થૂંકવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 

વર્તમાન સમયમાં તમાકુ ખરીદવા માટેની ઓછામાં ઓછી ઉઁમર 18 વર્ષથી લઈને 21 કરી દેવાઈ છે. કોઈ પણ શિક્ષણ સંસ્થાની 100 મીટરના એરિયામાં સિગરેટ અને તમાકુ વેચવામાં આવશે નહીં. સાર્વનજનિક સ્થાનો પર તમાકુ ખાવુ ગેરકાયદેસર છે. કોઈ પણ વ્યક્તિ સાર્વજનિક સ્થાન પરતમાકુ ઉત્પાદનનો ઉપયોગ કરી શકશે નહીં. જાહેર જગ્યાઓએ સ્મોકીંગ કરવા અને માવો થૂકવાની મનાઈ છે. આ સુધારેલા નિયમ પ્રમાણે રાજ્યમાં હુક્કાબાર ખોલવા કે ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, 

હુક્કા બાર ચલાવવા બદલ 1 થી 3 વર્ષની જેલ

હવે કોઈ પણ વ્યક્તિ પોતે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પણ સ્થળે જેમ કે હોટલ, પબ, બાર અને હોટલમાં હુક્કાબાર ખોલી શકશે કે તેનું સંચાલન કરી શકશે નહીં. જો કોઈ હુક્કાબાર ચાલુ કરીને નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 1 થી 3 વર્ષ સુધીની જેલ અને 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.  


  • Follow us on: