કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. હત્યાના આ સમાચારના કારણે હાલમાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને ઓમ પ્રકાશ શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, ડીજીપીની પત્ની પલ્લવી હત્યાની આરોપી છે. પોલીસ આરોપી પત્નીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષોથી મતભેદો હતા













