ભારતના મંદિરોમાં લાખો અને કરોડો રૂપિયાનું દાન આપવું એ કોઈ નવી વાત નથી. દેશના ઘણા મોટા મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દાન કરે છે. પરંતુ કર્ણાટકના એક મંદિરમાંથી આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે. આ મંદિરમાં કરોડો રોકડા ઉપરાંત ઘણું સોનું અને ચાંદી પણ દાનમાં આવ્યુ છે.


સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો

કર્ણાટકમાં સ્થિત આ મંદિરનું નામ રાઘવેન્દ્ર સ્વામી મઠ મંદિર છે. આ મંદિરનો ફોટો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મંદિરના પૂજારી નોટો ગણતા જોવા મળે છે. આ વાયરલ ફોટામાં જોઈ શકાય છે કે મંદિરના ઘણા પૂજારી એક લાઈનમાં બેઠા છે અને તેમની સામે ઘણી બધી નોટો વેરવિખેર છે. તેઓ રોકડ રકમ ગણી રહ્યા છે.

કેટલું દાન મળ્યુ?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટોને જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે આ મંદિરને કુલ કેટલા પૈસાનું દાન મળ્યુ . જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ મંદિરને 3 કરોડ રૂપિયાથી વધુનું દાન આપવામાં આવ્યું છે. મંદિરમાં દાનની કુલ રકમ 3, 48,69,621 હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, મંદિરમાં 32 ગ્રામ સોનું અને 1.24 કિલો ચાંદી પણ દાનમાં મળી છે.

1 મહિનામાં અધધ દાન

મંદિરને મળેલું આ દાન 1 મહિના માટે છે. આ બધું દાન છેલ્લા 30 દિવસમાં મંદિરમાં આવેલા ભક્તો દ્વારા આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સ્થિત આ મંદિર 16મી સદીના સંત રાઘવેન્દ્ર સ્વામીના નામે બનેલ છે.

ઋષિ સુનકે દર્શન કર્યા

ગયા વર્ષે તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ બેંગલુરુના આ મંદિરની મુલાકાત લીધી હતી. ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમના પત્ની સુધા મૂર્તિએ પણ મંદિરમાં દર્શન કર્યા. આ દરમિયાન સમગ્ર પરિવાર મંદિરમાં આરતી કરતો પણ જોવા મળ્યો હતો.


  • Follow us on: