ભારત પાકિસ્તાનને એક પછી એક ઝટકા આપી રહ્યું છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ ટ્રેડ બંધ કરી દીધા છે અને સિંધુ જળ સંધિ પણ રદ્દ કરી દીધી છે. આ પછી ભારતે પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવીને તેમને જમીનમાં જ દફનાવી દીધા હતા. આ પછી ફરી ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.
ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે જે દેશો સાથે ભારતની જમીન બોર્ડર લાગે છે તેની સાથે FDI સંધિમાં કોઈ સુધારા વધારા કરવામાં આવશે નહીં. સરકારે 2020 માં એક પ્રેસ નોટ જાહેર કરીને સ્પષ્ટ કર્યું હતું કે જે દેશોની ભારત સાથે જમીન બોર્ડર લાગે છે ત્યાના ઈન્વેસ્ટરો જો ભારતમાં ઈન્વેસ્ટ કરવા માંગતા હોય તો તેને સરકારપાસેથી પરમિશન લેવી પડશે.












