જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે માત્ર પીઓકે પરત લેવા મુદ્દે જ પાકિસ્તાન સાથે વાત કરશે. ભારતે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર ફગાવી દીધી છે. બીજી તરફ ઓપરેશન સિંદૂર મુદ્દે ભારતીય સેના દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. DGMOએ કહ્યું હતું કે, પહલગામ હુમલાનો જવાબ આપવો જરૂરી હતો.આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ હાજર છે તેમજ વાઇસ એડમિરલ એએન પ્રમોદનો સમાવેશ થાય છે.


ઓપરેશન સિંદૂરનો હેતુ આંતકીઓને ખતમ કરવાનો હતો.

આતંકીઓના 9 કેમ્પ તબાહ કરી નાંખ્યા

પહલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરાઈ

ભારતના હુમલા બાગ આતંકીઓના ઠેકાણા ખાલી થઈ ગયા

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ 100 આતંકીઓને ખતમ કર્યા

યુસુફ અઝહર,અબ્દુલ મલિક અને મુદાસિર અહેમદ જેવા મોટા આતંકવાદીઓ માર્યા ગયા

કસાબ અને ડેવિડ હેડલીએ ટ્રેનિંગ લીધી એ અડ્ડો તબાહ કરી નાંખ્યો
બહાવલપુર અને મુરિદકે અમારા ટાર્ગેટ પર હતું
ભારતે સંપૂર્ણ તાકાત સાથે પાકિસ્તાનમાં આતંકીઓને માર્યા

મુરિદકેના ટ્રેનિંગ કેમ્પ પર ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા

લાહોરમાં રડાર સિસ્ટમ તબાહ કરી નાંખી

100માંથી ત્રણ મોટા આતંકીઓને સેનાએ ખતમ કરી નાખ્યા

હવાથી જમીન પર મિસાઈલો છોડાઈ

પાકિસ્તાને અનેક ડ્રોન છોડ્યા હતાં જેને તોડી પડાયા 

પાકિસ્તાને શ્રીનગરથી લઈને કચ્છ સુધી ડ્રોન મોકલ્યા હતા

સેના તૈયાર હતી જેથી ભારતમાં કોઈ નુકસાન નથી થયું

પાકિસ્તાને નાગરિક વિમાનને હથિયાર બનાવ્યું

પાકિસ્તાનના 40 જવાનો અને અધિકારીઓ માર્યા ગયા

પાકિસ્તાનના કેટલાક એરબેઝને પણ નષ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન એરફોર્સે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવી

પાકિસ્તાનની ત્રણ રડાર સિસ્ટમને પણ તબાહ કરી

અરબ સાગરમાં ભારતીય નેવી તૈયાર હતી

પહલગામ હુમલાના 96 કલાકમાં અરબ સાગરમાં સુરક્ષા વધારી

10મી મેના રોજ પાકિસ્તાનના DGMOનો ફોન આવ્યો હતો

પાકિસ્તાનના DGMOએ વાતચીત કરવાની રજૂઆત કરી હતી

હોટલાઈન પર પાકિસ્તાનના DGMOએ વાત કરી હતી

નેવીએ કહ્યું દરિયામાં અમે કોઈપણ કાર્યવાહી માટે તૈયાર છીએ

સરહદ પર ગોળીનો જવાબ ગોળાથી અપાશે

સિઝફાયરનો વાયદો પાકિસ્તાન તરફથી થયો

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના પાંચ જવાનો શહિદ થયા

પાકિસ્તાન સિઝફાયરનું ઉલ્લંઘન કરશે તો જડબાતોડ જવાબ મળશે

આવતીકાલે પાકિસ્તાન DGMO સાથે ફરી વાત થશે

ભારતીય મિસાઇલોએ રાવલપીંડિ સુધી હુમલો કર્યો

રફીકી, રહિમયાર ખાન એરબેઝને ધ્વસ્ત કર્યા

ચુનિયાનમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી

પાકિસ્તાને એલઓસી પરથી ઘૂસણખોરીની કોશિશ કરી

ઓપરેશન સિંદૂર બાદ ભારતના તમામ પાયલટ સુરક્ષિત

  • Follow us on: