ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં "ઓપરેશન સિંદૂર" શરૂ કર્યા પછી, બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જ્યારે સરકારે સંસદ સંકુલમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી અને "ઓપરેશન સિંદૂર" વિશે માહિતી આપી હતી. આ સર્વપક્ષીય બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. વિપક્ષે આ કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ આ મુદ્દે સરકારની સાથે હોવાનું જણાવ્યુ હતુ.


"ઓપરેશન સિંદૂર" પર સર્વપક્ષીય બેઠક

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે "ઓપરેશન સિંદૂર" હજુ પૂરું થયું નથી અને તે ચાલુ છે. સરકારે કહ્યું છે કે લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી. ગણતરી હજુ પણ ચાલુ છે. અમે આ બાબતને આગળ વધારવા માંગતા નથી, જો પાકિસ્તાન આવું કરશે તો અમે પણ પાછળ હટીશું નહીં. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા "ઓપરેશન સિંદૂર" વિશે માહિતી આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. અને આ અંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બેઠક વિશે માહિતી આપી હતી.

"ઓપરેશન સિંદૂર" અંગે વિપક્ષે શું કહ્યુ ?

સર્વપક્ષીય બેઠક પછી, કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતુ કે, કેટલીક ગુપ્ત માહિતી બહાર કહી શકાતી નથી. પરંતુ આ "ઓપરેશન સિંદૂર"માં વિપક્ષ સરકાર સાથે છે. તો આ તરફ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, "અમે સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે.

ટીઆરએફ વિરુદ્ધ ઝુંબેશ શરૂ થવી જોઈએ: ઓવૈસી

AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ બેઠક બાદ કહ્યું, "મેં "ઓપરેશન સિંદૂર" માટે આપણા સશસ્ત્ર દળો અને સરકારની પ્રશંસા કરી છે. મેં એવું પણ સૂચન કર્યું કે આપણે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સામે વૈશ્વિક ઝુંબેશ શરૂ કરવી જોઈએ." તેમણે વધુમાં કહ્યું, "મેં એવું પણ સૂચન કર્યું હતું કે સરકારે અમેરિકાને તેને (TRF) આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવા વિનંતી કરવી જોઈએ. આપણે FATFમાં પાકિસ્તાનને ગ્રે-લિસ્ટ કરવા માટે પણ પ્રયાસો કરવા જોઈએ."

  • Follow us on: