ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર મુદ્દે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપણી આર્મીએ જે કાર્ય કરીને બતાવ્યુ છે, તેનાથી દરેક ભારતીયોનુ માથું ગર્વથી ઉંચુ થઈ ગયુ છે. આ એર સ્ટ્રાઈકથી PM મોદીએ એક તીરથી અનેક નિશાન સાધ્યા છે. ઓપરેશન સિંદુર નામ પાછળ PM મોદીની દિર્ઘદ્રષ્ટિ છે. આતંકવાદીઓએ હિંદુ પરંપરાનું અપમાન કરતા મહિલાના સુહાગ ઉજાડ્યા હતા.


ઓપરેશનનું નેતૃત્વ દીકરીઓએ કર્યુઃ અવિચલદેવાચાર્ય

વધુમાં અવિચલદેવાચાર્ય મહારાજે કહ્યું કે મહિલાઓના સુહાગના પ્રતિક સિંદુરનું આતંકીઓએ અપમાન કર્યુ, તેમનું સિંદુર ઉજાડ્યુ છે. તેને લઈ આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદુર આપ્યુ છે, તે બિલકુલ કાબિલે તારીફ છે. પાકિસ્તાન સેનાધ્યક્ષે કહ્યું હતુ કે અમારી સંસ્કૃતિ અલગ છે, હિંદુ મુસ્લિમ ક્યારેય એકસાથે રહી ન શકે, અમારો ધર્મ અલગ છે અમારૂં કલ્ચર અલગ છે. આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ વાયુ સેનાની હિંદુ મુસ્લિમ મહિલાએ કરી ભારતે તેનો જવાબ આપ્યો છે. આ બે મહિલાઓએ સિદ્ધ કર્યુ છે કે તે ન હિંદુ ન મુસ્લિમ પણ ભારતની બેટીઓ છે. એક તરફ હિંદુ મહિલાઓના સુહાગ ઉજાડ્યા અને બીજી તરફ આ સમગ્ર ઓપરેશન ભારતની હિંદુ મુસ્લિમ બેટીઓ દ્વારા પાર પડાવીને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે.

ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો: શ્રી શ્રી રવિશંકર

ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. બુધવારે સવારે, ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં કેટલાક આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આતંકવાદીઓ સામે ભારતની કાર્યવાહીની હવે દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે પણ ભારતની સિદ્ધિની પ્રશંસા કરી છે. શ્રી શ્રી રવિશંકરે કહ્યું છે કે જે લોકો વાતચીત સમજી શકતા નથી તેમને પાઠ ભણાવવાની જરૂર છે. તેમને કહ્યું કે આતંકવાદ માનવતા વિરુદ્ધ છે. આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવો પડશે. આપણા દેવી-દેવતાઓને જુઓ. આપણા દેવતાઓ એક હાથમાં ફૂલો અને બીજા હાથમાં શસ્ત્રો ધરાવે છે.


  • Follow us on: