પાકિસ્તાનના બે નજીકના મુસ્લિમ દેશના વિદેશ મંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે. ભારત અને પાકિસ્તાનમાં વધી રહેલા તણાવની વચ્ચે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ અલજુબેર અણધારી મુલાકાતે ભારત આવ્યા છે. સાઉદી અરબના વિદેશ મંત્રી અદેલ અલજુબેર અણધારી મુલાકાતે ભારત આવ્યા છે. અને તેઓએ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી છે. આ ચર્ચા દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવા પર ખાસ જોર આપવામાં આવ્યો હતો.
ભારત પહોંચ્યા સાઉદી અરેબિયા અને ઇરાનના વિદેશ મંત્રી
આદિલ અલજુબેરની ભારત મુલાકાત એવા સમયે કરવામાં આવી છે. જ્યારે બન્ને દેશ વચ્ચે તણાવનો માહોલ છે. ભારતે પાકિસ્તાનમાં આતંકીઓના 9 ઠેકાણા ધ્વસ્ત કર્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ સંબંધો વધુ વણસી ગયા છે. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. અને જણાવ્યુ છે કે, 'આજે સવારે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર સાથે મુલાકાત થઈ હતી. 'આતંકવાદ સામે મજબૂતીથી લડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ તરફ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ મધ્યરાત્રિની આસપાસ પૂર્વનિર્ધારિત મુલાકાત પર દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે અબ્બાસ અરાઘચીને રૂબરૂ કહ્યું, 'અમારો હેતુ પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો નથી. પરંતુ જો અમારા પર લશ્કરી હુમલો થશે, તો ભારત સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે.'
આતંકીઓના ઠેકાણાનો કર્યો નાશ
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવાર અને બુધવારની રાત્રે નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના ગઢ બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણા મુરીદકેનો સમાવેશ થાય છે. ભારતીય સેનાએ કહ્યું કે પહેલા આતંકવાદી સંગઠનોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ ભારતમાં હુમલાઓનું આયોજન કરવામાં આવી રહેલા કેમ્પોને નષ્ટ કરવા માટે "ઓપરેશન સિંદૂર" શરૂ કરવામાં આવ્યું હતું.