વિદેશ મંત્રીએ સમિતિના સભ્યોને અપીલ કરી છે કે, જો તમને કોઇ માહિતી જોઇએ છે તો તમે સરકાર સાથે વાત કરો. આવી રીતે મીડિયામાં જઇને "ઓપરેશન સિંદૂર" વિશે સવાલ ન ઉભા કરો. "ઓપરેશન સિંદૂર" દરમિયાન ભારત અને પાકિસ્તાન સીઝફાયર પર અમેરિકા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થાવાળા નિવેદનો પર વિપક્ષ હજુપણ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યુ છે. અમેરિકાએ કહ્યુ છે કે, તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરી હતી. અને યુદ્ધ વિરામ કરાવ્યુ હતુ. પરંતુ આ તરફ કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નથી.
દુશ્મન દેશને ચેતવણી
વિદેશમંત્રી એસ.જયશંકરે ફરી એકવાર દુશ્મન દેશને ચેતવણી આપી છે. અને જણાવ્યુ હતુ કે, જો પાડોશી દેશ રોકાશે તો અમે રોકાશું. નહીં તો જડબાતોડ જવાબ મળશે. વિદેશી મામલાના કંસલ્ટેટીવ સિમિતિની બેઠકમાં વિદેશમંત્રી એસ.જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓએ જણાવ્યુ હતુ કે, કોઇ ત્રીજાપક્ષનો હસ્તક્ષેપ માન્ય નથી. જો દુશ્મનો રોકાશે તો અમે રોકાશું, જો તેઓ હુમલો કરશે તો અમે તેમના પર મોટો હુમલો કરીશું.
અમેરિકાની મધ્યસ્થા પર શું કહ્યુ વિદેશમંત્રીએ?
વિદેશમંત્રીએ સમિતિના સભ્યોને જણાવ્યુ હતુ કે, "ઓપરેશન સિંદૂર"ના પ્રથમ ચરણ બાદ US સેક્રેટરીએ કહ્યુ હતુ કે, જો પાકિસ્તાન મોટો હુમલો કરશે તો. તેના જવાબમાં અમે કહ્યુ હતુ કે પાકિસ્તાન સામે જડબાતોડ જવાબ આપવા માટે ભારત હમેંશા તૈયાર છે. ટ્રમ્પના મધ્યસ્થીના નિવેદન મુદ્દે એસ.જયશંકરે કહ્યુ હતુ કે, યુદ્ધવિરામ બન્ને DGMO સાથે વાતચીત કર્યા બાદ કરાયુ હતુ. જેમાં અન્ય કોઇપણ ત્રીજા દેશની કોઇ ભૂમિકા નથી.
નિવેદનના હોબાળા મામલા વિદેશમંત્રીએ શું કહ્યુ ?
પોતાના નિવેદન પર હોબાળો થયો જે બાદ તેઓએ જણાવ્યુ હતુ કે, "ઓપરેશન સિંદૂર" મામલે જો કોઇપણ માહિતી જોઇતી હશે તો કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવામાં આવે. મીડિયામાં જઇને "ઓપરેશન સિંદૂર" પર કોઇપણ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં નહી આવે.
22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ભારતીય પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ ભારતે "ઓપરેશન સિંદૂર" દ્વારા પાકિસ્તાન પર હવાઇ હુમલાઓ કર્યા હતા. અને આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. તો સાથે જ 100થી વધુ આતંકીઓ ઠાર મરાયા હતા. હવે "ઓપરેશન સિંદૂર" મામલે વિપક્ષ સવાલ કરે છે અને અમેરિકા યુદ્ધવિરામ મામલે જશ ખાંટી રહ્યુ છે.