ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ બાદ પછી હવે યુદ્ધવિરામ છે અને સરહદ પર શાંતિ છે. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા જેના કારણે પાકિસ્તાન ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન ભારત પાસેથી દયાની આશા રાખી રહ્યું છે અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યું છે.
પહલગામ હુમલા બાદ પાકિસ્તાન પર ક્ડક નિર્ણયો
પહલગામ આતંકીવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો. હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લઈને તેના પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા. આ પ્રતિબંધોમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હતો સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું અને આ નિર્ણયના કારણે પાકિસ્તાન સરકાર અને તેના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔંરંગઝેબે એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં કોઈ ખાસ ફરક નથી પડવાનો અને તેના લીધે કોઈ રાજકોષીય અસર થશે નહીં.
ઔરંગઝેબ કહ્યું સિંધુ કરાર પહેલાની જેમ પાછો લાવવો જોઈએ
પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવાને કારણે, ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી દેખાય છે. ભીષણ ગરમી વચ્ચે પાણીની માગ વધી શકે છે. પાણીની સંભવિત સમસ્યા અંગે નાણામંત્રી ઔરંગઝેબે ભારત સરકારને અપીલ કરતા કહ્યું, હું આશા રાખું છું કે સિંધુ જળ સંધિ જેને ભારત દ્વારા કાર્યવાહી તરીકે સ્થગિત કરવામાં આવી હતી, તેને ફરી યાલુ કરી દેવામાં આવે.