પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ છે. પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારતના 11 શહેરો પર કર્યો હુમલો. જેને ભારતની હવાઈ રક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેના દ્વારા 50 થી વધારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ ભારતે પાકિસ્તાને યોગ્ય જવાબ આપ્યો હતો અને મુઝફ્ફરાબાદ સિવાય લાહોર, ઈસ્લામબાદ, કરાચી, પેશાવર અને સિયાલકોટ સહિત તેના ઘણા મોટા શહેરોને નિશાન બનાવ્યા હતા.


ભારતની જવાબી કાર્યવાહી બાદ સમગ્ર પાકિસ્તાનમાં ભય ફેલાયો હતો. આર્મી કેમ્પમાં પણ ભયનું વાતાવરણ છે. પાકિસ્તાનમાં સૈનિકો અને તેમના પરિવારો હવે મોતના ડરમાં જીવી રહ્યા છે. ભારતની કાર્યવાહીને કારણે તેમને લાગે છે કે ગમે ત્યારે, તેમના કેમ્પ પર હુમલો થઈ શકે છે. સૂત્રો કહે છે કે ભારતના જોરદાર જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના સિંધ અને પંજાબના બધા ઠેકાણાઓમાં ભય ફેલાયો છે. હાલમાં, પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે.

પાકિસ્તાને ગઈકાલે રાત્રે ડ્રોનનો હુમલો કર્યો હતો, જેના પછી ભારતીય સેનાના 4 શક્તિશાળી હવાઈ રક્ષણે પાકિસ્તાના પ્લાનને નિષ્ફળ બનાવ્યા હતા.પહેલું હવાઈ રક્ષણ જે સૌથી મોટું અને શક્તિશાળી S-400, બીજું L-70 ગન, ત્રીજું Zu-23mm અને ચોથું એર ડિફેન્સ શિલ્કા સિસ્ટમ છે. આ ચાર સૌથી ખતરનાક હવાઈ રક્ષણ પ્રણાલીઓએ પાકિસ્તાનને સંપૂર્ણપણે હરાવ્યું. પાકિસ્તાની સેનાએ ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દેશની હવાઈ રક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

ભારતીય સેનાની પાકિસ્તાનને સીધી ચેતવણી

ભારતીય સેનાએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે ડ્રોન અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને ભારતની પશ્ચિમી સરહદ પર ઘણા હુમલાઓ કર્યા છે. સેનાએ જણાવ્યું કે પાકિસ્તાને ભારત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર વચ્ચે નિયંત્રણ બોર્ડર (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેના તમામ નાપાક ઈરાદાઓનો યોગ્ય જવાબ આપવામાં આવશે.


ગઈ રાતના 10 મોટા સમાચાર

• ભારતના 11 શહેરોમાં પાકિસ્તાનના હુમલા નિષ્ફળ ગયા.

• POK સહિત પાકિસ્તાનના 8 શહેરોમાં ભારતની કાર્યવાહી.

• પાકિસ્તાનના 50 ડ્રોન ભારતે તોડી પાડ્યા.

• જમ્મુમાં 8 પાકિસ્તાની મિસાઇલો તોડી પાડવામાં આવી.

• પાકિસ્તાને સરહદી વિસ્તારો ખાલી કર્યા.

• ચિંતિત શાહબાઝે માર્કો રુબિયો સાથે વાત કરી.

• જેડી વાન્સે કહ્યું કે અમેરિકા આ બાબતમાં દખલ કરશે નહીં.

• ભારતને રોકવા પાકિસ્તાને ઘણા દેશોને અપીલ કરી.

• પાકિસ્તાને આખી રાત નિયંત્રણ બોર્ડર પર ગોળીબાર ચાલુ રાખ્યો.

• સાંબામાં બીએસએફે ઘૂસણખોરીના પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા.


  • Follow us on: