ભારતીય સેનાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નાપાક પાકિસ્તાનની હરકતોને ભારત કેવો જોરદાર જવાબ આપે છે તે સ્પષ્ટ થાય છે. ભારતની સેનાએ પાકિસ્તાનના ડ્રોન હુમલાને નિષ્ફળ કર્યા તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. એટલે પાકિસ્તાનના ભારતની સુરક્ષા નબળી હોવાના દાવા પોકળ સાબિત થયા છે. સેનાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર સત્તાવાર રીતે જાહેર કર્યું કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરી અનેક ડ્રોન હુમલા કરવામાં આવ્યા જેને ભારતની સુરક્ષા પ્રણાલિએ નિષ્ફળ કર્યા છે.


સેનાની સતર્કતાથી ડ્રોન હુમલા નિષ્ફળ

ભારતીય સેનાની સતર્કતા અને તેની શક્તિશાળી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. 08 અને 09 મે 2025 ની રાત્રે પાકિસ્તાની સશસ્ત્ર દળોએ સમગ્ર પશ્ચિમ સરહદ પર ડ્રોન અને અન્ય દારૂગોળોનો ઉપયોગ કરીને અનેક હુમલાઓ કર્યા. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક યુદ્ધવિરામ ઉલ્લંઘન (CFV) પણ કર્યા. ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા અને CFV ને યોગ્ય જવાબ આપવામાં આવ્યો. 

પાકિસ્તાનના હુમલાનો ભારતનો કરારો જવાબ

પાકિસ્તાને જમ્મુ કાશ્મીર ઉપરાંત ભારતમાં જેસલમેર અને પઠાણકોટ સહિત મહત્વના શહેરો પર અનેક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. પરંતુ પાકિસ્તાનના આ હુમલા નિષ્ફળ ગયા. પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા. આ પછી, પાકિસ્તાનના નાપાક કૃત્યના જવાબમાં, ભારતીય સેનાએ કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પણ ભારતની કાર્યવાહીથી બચી શકી નહીં. આ સાથે, લાહોર, સિયાલકોટ અને રાવલપિંડીને પણ ભારતીય સેનાએ નિશાન બનાવ્યા છે. તે જ સમયે, ભારતીય શહેરો પર પાકિસ્તાનના નિષ્ફળ હુમલા પછી, જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર, જમ્મુ અને રાજૌરી, પંજાબમાં અમૃતસર અને જલંધર, ગુજરાતના ભૂજ અને સરહદને અડીને આવેલા અન્ય મુખ્ય વિસ્તારોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.


  • Follow us on: