વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં "ઓપરેશન સિંદૂર" હેઠળ ચાલી રહેલી કાર્યવાહીમાં વર્તમાન સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. 3 દિવસમાં MEAની આ ત્રીજી મહત્ત્વની પ્રેસ બ્રીફિંગ હતી. ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં તુર્કી ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે. જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. પાકિસ્તાની સેનાએ પશ્ચિમી સરહદો પર 36 સ્થળોએ લશ્કરી છાવણી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.


પાકિસ્તાને LoC પર ભારે ગોળીબાર કર્યો: કર્નલ સોફિયા કુરેશી

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો હતો. અને ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. તંગધાર, ઉરી અને ઉધરપુરમાં ભારે ગોળીબાર થયો. પાકિસ્તાની ગોળીબારથી નુકસાન થયું છે. પરંતુ ભારતીય વાયુસેનાએ ખૂબ જ સંયમ દાખવ્યો છે. પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, '7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી સમગ્ર પશ્ચિમ સરહદ પર અનેક વખત ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું.' એટલું જ નહીં, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ભારે કેલિબરના હથિયારો પણ ફેંક્યા. 36 સ્થળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરવા માટે લગભગ 300 થી 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સશસ્ત્ર દળોએ ગતિશીલ અને બિન-ગતિશીલ માધ્યમોનો ઉપયોગ કરીને ઘણા ડ્રોનને તોડી પાડ્યા.

લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવાનો પ્રયાસ: વિક્રમ મિસરી  

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને કંદહાર, ઉરી, પૂંછ, રાજૌરી, અખનૂર અને ઉધમપુર જેવા નિયંત્રણ રેખા પરના વિસ્તારોમાં ગોળીબાર કરીને ભારત સામે ઉશ્કેરણીજનક લશ્કરી કાર્યવાહી કરી છે. આ હુમલામાં ભારતીય સુરક્ષા દળોને થોડું નુકસાન અને ઈજાઓ થઈ છે. જો કે, પાકિસ્તાની સેનાને પણ જવાબી કાર્યવાહીમાં ભારે નુકસાન થયું છે. મિસરીએ એમ પણ કહ્યું કે ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ છતાં પાકિસ્તાને તેનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી. જે એક ખતરનાક અને બેજવાબદાર પગલું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે. જેનાથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે.

પાકિસ્તાનનો પોકળ દાવો: વિક્રમ મિસરી

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, "પોતાના કાર્યો સ્વીકારવાને બદલે, પાકિસ્તાને વાહિયાત અને અપમાનજનક દાવો કર્યો છે કે ભારતીય સશસ્ત્ર દળો અમૃતસર જેવા તેના પોતાના શહેરો પર હુમલો કરી રહ્યા છે." 

  • Follow us on: