ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ વધુ તણાવ પેદા કરી રહી છે. પાકિસ્તાન ડ્રોન અને મિસાઇલ દ્વારા ભારતીય સેનાના સ્થળો પર હુમલાઓ કરી રહ્યુ છે. પરંતુ એ વાત પણ સત્ય છે કે પાકિસ્તાનની એકપણ મિસાઇલથી ભારતને નુકસાન થયુ નથી. આ તમામની વચ્ચે ઇન્ડિયન ઓઇલ કંપનીએ પોતાના ગ્રાહકોને કહ્યુ છે કે, દેશમાં ઇંધણની કોઇ અછત નથી. તેથી સ્ટોક કરવાની કોઇ જરુરી નથી. તો આ તરફ, BPCLએ જણાવ્યુ છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG ઉપલબ્ધ રહેશે.
ઇન્ડિયન ઓઇલ કંપનીની ગ્રાહકોને અપીલ
પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવની વચ્ચે ઇન્ડિયન ઓઇલ કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે, પેટ્રોલ-ડીઝલનો સ્ટોક એકત્ર ન કરશો. ગ્રાહકોએ ડરવાની જરુર નથી. ઇન્ડિયન ઓઇલના તમામ આઉટલેટ પર પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સરળતાથી પ્રાપ્ત કરી શકાશે. કંપનીએ જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે. આઉટલેટ પર જઇ ભીડ એકત્ર ન કરવા માટે સલાહ આપી છે. વિના કારણની ભીડ ડરનો માહોલ પેદા કરે છે. તેથી તમામ ગ્રાહકો ઇંધણ સ્ટોક કરવા માટે એકત્ર ન થાય. તો આ તરફ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL જે Fortune Global 500 કંપની છે અને ભારતમાં અગ્રણી તેલ અને ગેસ કંપનીઓમાંની એક છે. તે તમામ નાગરિકોને ખાતરી આપે છે કે તેના સમગ્ર દેશવ્યાપી નેટવર્કમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને LPGની પૂરતી ઉપલબ્ધતા છે.
BPCLએ ગ્રાહકોને શું કહ્યુ ?
BPCLના તમામ ઇંધણ સ્ટેશનો અને LPG વિતરક કેન્દ્રો દેશમાં સારું કામ કરી રહ્યા છે અને ગ્રાહકોની ઊર્જાની જરૂરિયાતો પુરી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. પેનિક થવાની જરૂર નથી. અમારું સપ્લાય ચેઇન ઑપરેશન કાર્યક્ષમ છે. જે અવિરત સપ્લાય સુનિશ્ચિત કરે છે. અમે તમામ ગ્રાહકોને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. BPCL ઊર્જાની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતા માટે પ્રતિબદ્ધ છે.
બન્ને દેશ વચ્ચે વધી રહ્યો છે તણાવ
પાકિસ્તાન સતત ભારત પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યુ છે. પરંતુ ભારત નાપાક હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. ભારતનું મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરી રહ્યુ છે. પાકિસ્તાન તરફથી ભારતમાં થયેલા હુમલામાં હમણા સુધી કોઇપણ પ્રકારના જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ગૃહમંત્રી સાથે એનએસએના ચીફની મુલાકાત
ભારત સરકાર પોતાના એક્શન પ્લાન મુજબ કામ કરી રહી છે. અને દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોકમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એયરફોર્સ ચીફ એ.પી.સિંહ અને રક્ષા સચિવ આર.કે.સિંહે રિવ્યુ બેઠક યોજી હતી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાહ ઘાયલોની મુલાકાત કરવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. તો આ તરફ, ગૃહમંત્રી અમિત શાહ સાથે એનએસએના ચીફ અજિત ડોભાલે મુલાકાત કરી હતી.