વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે સોશિયવલ મીડિયા પર પોસ્ટ કર્યું હતુ કે, ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરત કરવામાં આવી છે. ભારતના "ઓપરેશન સિંદૂર" પછી બંને દેશો વચ્ચે સતત તણાવ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાને ભારતમાં ઘણા સ્થળોએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.


આતંકવાદ સામે કડક કાર્યવાહીઃ વિદેશ મંત્રી

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી હતી અને તેમને ભારત દ્વારા પાકિસ્તાન સામે કરવામાં આવી રહેલી બદલાની કાર્યવાહીથી વાકેફ કર્યા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફોન કોલ દરમિયાન, તેમણે બંને દેશોને તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી

તો આ તરફ, વધુ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એટલે DGMOએ ભારતના DGMOને ફોન કર્યો હતો. આ વાતચીત દરમિયાન, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. કરાર મુજબ, બંને પક્ષોએ સાંજે 5 વાગ્યાથી જમીન અને હવામાં તમામ લશ્કરી કાર્યવાહી અને ગોળીબાર બંધ કરી છે.

'આગામી વાટાઘાટો 12 મેના રોજ DGMO સ્તરે થશે'

વિદેશ સચિવે કહ્યું કે આ કરાર બંને દેશોના લશ્કરી અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવશે. ડીજીએમઓ સ્તરે આગામી વાટાઘાટો 12 મેના રોજ બપોરે 12 વાગ્યે યોજાશે. તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધવિરામ અંગે કોઈ પૂર્વ કે પછીની શરત લાદવામાં આવી નથી. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે.

  • Follow us on: