રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાન પહોંચ્યા છે. યુદ્ધવિરામની જાહેરાત બાદ, અજિત ડોભાલ તેમને મળવા માટે પીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે.
ભારત-પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી રોકવા સંમત થયા: વિદેશ મંત્રી એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે. તે આમ કરવાનું ચાલુ રાખશે.
પાકિસ્તાન સરકારે યુદ્ધવિરામની કરી જાહેરાત
પાકિસ્તાન સરકારે જણાવ્યું હતું કે ઈસ્લામાબાદ અને ભારત તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. શાહબાઝ સરકારે કહ્યું કે પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.
ભારતે પણ યુદ્ધવિરામની કરી જાહેરાત
આજે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ છે. વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે બપોરે 3.15 વાગ્યે પાકિસ્તાનના DGMO તરફથી ભારતના DGMO ને ફોન આવ્યો હતો. હવે બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાતચીત કરશે. વિદેશ સચિવે કહ્યું કે બંને દેશો ગોળીબાર બંધ કરવા સંમત થયા છે.
પાકિસ્તાનના DGMO એ ભારતના DGMO ને કર્યો ફોન
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ડીજીએમઓએ આજે બપોરે ફોન પર વાત કરી, ત્યારબાદ ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.