• વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા
  • કેનેડાના વડા પ્રધાનનું તેમની સંસદમાં નિવેદન જોયું
  • ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ

ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે!  કેનેડાની સંસદમાં ભારત વિરોધી એવુ નિવેદન આપવામાં આવ્યુ કે જેનાથી તમામ દેશના લોકો સણસણી ગયા છે. કેનેડાની સંસદમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારત દુશ્મનોને શરણ આપી રહ્યું છે અને આતંકી પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યું છે. આ વાતનો જવાબ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં આપ્યો છે અને કેનેડાને એક વખત ફરી અરીસો બતાવ્યો છે.

ભારત કેનેડાના આરોપોને નકારી કાઢે છે

વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે 'ભારત કેનેડાના આરોપોને નકારી કાઢે છે. અમે કેનેડાના વડા પ્રધાનનું તેમની સંસદમાં નિવેદન જોયું છે અને તેમના વિદેશ પ્રધાનના નિવેદનને પણ ફગાવી દીધું છે. કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત અને પ્રેરિત છે.' વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'અમે કાયદાના શાસન માટે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવતો લોકશાહી રાજકીય દેશ છીએ.'

ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે, જેમને કેનેડામાં આશ્રય આપવામાં આવ્યો છે અને જેઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. આ મુદ્દે કેનેડિયન સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને સતત ચિંતાનો વિષય છે. કેનેડિયન રાજકીય વ્યક્તિઓ ખુલ્લેઆમ આવા તત્વો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે તે ઊંડી ચિંતાનો વિષય છે. હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત અપરાધ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કેનેડાનું ધ્યાન કોઈ નવી વાત નથી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારત સરકારને આવી ઘટનાઓ સાથે જોડવાના કોઈપણ પ્રયાસને નકારીએ છીએ. અમે કેનેડા સરકારને વિનંતી કરીએ છીએ કે તે તેની ધરતી પરથી કાર્યરત તમામ ભારત વિરોધી તત્વો સામે તાત્કાલિક અને અસરકારક કાનૂની કાર્યવાહી કરે.

  • Follow us on: