ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઈન્ટરનેટ દિગ્ગજે ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યુ છે. આ ડૂડલ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વન્યજીવનનું જીવંત અને સર્જનાત્મક ચિત્રણ છે. પુણેના મહેમાન કલાકાર રોહન દાહોત્રે દ્વારા આ ડૂડલ બનાવ્યુ છે. જેમાં પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા પ્રાણીઓની પરેડ દર્શાવવામાં આવી છે, જે ભારતના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે.


ડુડલમાં 'વાઇલ્ડલાઇફ પરેડ' જોવા મળી

રંગબેરંગી અને જીવંત ડૂડલ "GOOGLE" ના છ અક્ષરોને ભારતીય વન્યજીવન અને સંસ્કૃતિ સાથે સુંદર રીતે ભેળવ્યા છે. આ 'વન્યજીવન પરેડ'માં લદ્દાખી પોશાકમાં એક ચિત્તો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ધોતી-કુર્તા પહેરેલો વાઘ કે જેણે પરંપરાગત સંગીત વાદ્ય હાથમાં રાખેલુ હતું. મોર ઉડી રહ્યો છે. કાળિયારને પણ પરંપરાગત વેશમાં સજ્જ બતાવવામાં આવ્યું છે.

ગુગલે બનાવ્યુ ડૂડલ

ગુગલે તેના સત્તાવાર નિવેદનમાં આ ડૂડલને "76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી" તરીકે વર્ણવ્યું. જે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતીક છે. આ ડૂડલ બનાવનાર કલાકાર રોહન દાહોત્રેએ કહ્યું, “પ્રજાસત્તાક દિવસ ભારત માટે એકતા અને દેશભક્તિનું પ્રતીક છે. આ દેશ, તેની અસંખ્ય ભાષાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ સાથે, વિવિધતામાં એકતાનું જીવંત ઉદાહરણ છે.

જાણો કેવી હતી પરેડ

પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું મુખ્ય આકર્ષણ કર્તવ્ય પથ પર યોજાતી પરેડ છે. આ વર્ષની પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 16 ટેબ્લો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના 15 ટેબ્લોનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ ચિત્તા અને કુનો રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશના ટેબ્લોમાં મુખ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જે રાજ્યના વન્યજીવન સંરક્ષણ પ્રયાસોને પ્રકાશિત કરે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતની લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક વારસો અને કલાનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું. આ કાર્યક્રમ કર્તવ્ય પથથી ઇન્ડિયા ગેટ સુધી અનેક કિલોમીટર સુધી લંબાશે અને તેમાં ભારતીય સશસ્ત્ર દળોના જવાનો દ્વારા શાનદાર ટેબ્લો, સાંસ્કૃતિક પ્રદર્શન અને માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવશે.


  • Follow us on: