• રાજસ્થાનમાં આવેલા ધૌલપુર અને લુહરી ગામમાં એક દિવસ માટે ખેતરમાં રસોઈ બનાવવામાં આવે છે
  • 200 વર્ષ પહેલા એક સંતે ગામના લોકોને એક દિવસ ચૂલો ખેતરમાં કરવા સલાહ આપી હતી
  • દર વર્ષે વૈશાખના છેલ્લા સોમવારે ગામના લોકો ખેતરમાં રસોઈ બનાવી પરિવાર સાથે ભોજન લેતા હોય છે

રાજસ્થાન રાજ્યમાં આવેલા ધૌલપુર ગામમાં એક એવી રહસ્યમ અનુષ્ઠાનની પરંપરા છે. જ્યાંના લોકો એક દિવસ માટે ઘરમાં રસોઈ નથી બનાવતા પરંતુ આ માટે ગામનાં લોકો ઘરથી બહાર ખેતરમાં જાય છે. ત્યાં તમામ સીધુ સામગ્રી લઈને જતા રહે છે બાદમાં ખેતરમાં ચૂલો પ્રગટવાની રસોઈ બનાવીને એકસાથે જમે છે. ગામની આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. ગામના લોકોને ભરોસો છે કે આવું કરવાથી તેઓ કોઈ પ્રકારની આફતમાં નથી સપડાતા. જો કે આવી પરંપરા ગુજરાતમાં પણ ક્યાંક-ક્યાંક જોવા મળે છે.

 રાજસ્થાનનું લુહરી ગામમાં આ પરંપરા આગળ ધપાવવા ગામના યુવા વર્ગ પણ ભાગ લેતા હોય છે. ગામના તમામ પરિવાર આ કાળઝાળ ગરમીમાં ખેતરોમાં જઈ ખીર-પૂરી, શીરો બનાવે છે અને બધા એકસાથે મળીને જમી લેતા હોય છે. ગામના લોકો આ માટે પૂજા કરતા હોય છે અને પછી ખેતરોમાં બનાવેલા ભોજનને પ્રસાદ રૂપે લેતા હોય છે. ગામમાં કરાયેલા આ આયોજનમાં ગામથી બહારના લોકો પણ સામેલ થતા હોય છે. 200 વર્ષ જૂની માન્યતાને ગામમાં આવેલા એક સંતના કારણે આગળ વધી છે.

 કુદરતી હોનારતથી રાહત

કાળઝાળ ગરમીમાં પણ ભાવિકોમાં શ્રદ્ધા વર્ષોથી રહેલી છે. આસ્થા રહેવા પાછળ ગામના લોકોનો ભરોસો છે. એવી માન્યતા છે કે ગામમાં 200 વર્ષ પહેલા એક સંત આવ્યા હતા. સંતે કહ્યું હતું કે જો ગામના તમામ લોકો એક દિવસ પોતાની રસોઈ ગામના ખેતરોમાં જઈને કરો અને જરૂરિયાત ધરાવતા લોકોને ખવડાવો તો આ ગામમાં કુદરતી હોનારથી સુરક્ષિત રહેશે. ગામના લોકો ત્યારથી વૈશાખના છેલ્લા સોમવારે પોતાના ઘરે રસોઈ નથી બનાવતા પરંતુ રહેણાક મકાનોથી દૂર ખેતરોમાં જઈ માટીના ચૂલા બનાવીને ત્યાં રસોઈ બનાવે છે અને ગરીબો, જરૂરિયાવાળા લોકોને પેટભરીને જમાડે છે અને બાદમાં ઘરના સભ્યો પણ જમી લેતા હોય છે. જેથી આ વર્ષોની પરંપરા સતત પેઢી દર પેઢી જળવાઈ રહી છે.

કોરોનાકાળમાં આ ગામ સુરક્ષિત રહ્યું

ગામનાં વૃદ્ધોનો દાવો છે કે કોરોનાકાળમાં આ ગામ સુરક્ષિત રહ્યું હતું. ગામમાં માત્ર આઠથી 10 લોકોને જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ બધા થોડા દિવસોમાં સાજા થઈ ગયા હતા. ગામના લોકોને ભરોસો છે કે બાબાની વાત માનવાથી ગામમાં કરા વરસાદથી પણ સુરક્ષિત રહે છે 

  • Follow us on: