• એક જેવા ટાઇમિંગ માટે ભારતીય રેલવે કરી રહ્યું છે પ્રયાસ
  • માસ્ટર ક્લોક ડેવલપ કરી રહ્યુ છે ભારતીય રેલવે
  • હવે દુર્ઘટનાની તપાસમાં મળશે મદદ

આપણે જોઇએ છીએ કે ટ્રેન દુર્ઘટનાની સંખ્યા વધારો થઇ રહ્યો છે. ક્યારેક ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો ક્યારેક સિગ્નલ વ્યસ્થિત ન મળવાને કારણે ટક્કર થતી હોવાનું જોવા મળે છે. તેવામાં હવે ભારતીય રેલવે ટ્રેન દુર્ઘટનાને ઘટાડવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. ભારતીય રેલવે પોતાના નેટવર્કમાં એપ્લિકેશન અને સિસ્ટમની સાથે સમયનો સટીક તાલમેલ બેસાડવા માટે એક માસ્ટર ક્લોક સિસ્ટમ વિકસિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર આ વર્ષે ગાંધી જયંતિ સુધી આ સંબંધિત પ્રોટોટાઇપનું પ્રદર્શન કરવાની યોજના છે. રિપોર્ટ અનુસાર રેલવેની તમામ સિસ્ટમ્સ અને એપ્લિકેશન્સમાં એક જેવા ટાઇમિંગની જરૂર એટલા માટે પડી કારણ કે અલગ અલગ સમય હોવાને કારણે રેલવે દુર્ઘટના પછી તપાસમાં મુશ્કેલી સામે આવે છે.

રેલવે મેન્યુઅલ સિસ્ટમ રદ કરશે

મળતી માહિત મુજબ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રેલ્વે જલ્દી જ સેક્શન કંટ્રોલરના નિર્દેશો પર સ્ટેશન માસ્તર દ્વારા સમય નિર્ધારિત કરવાની પોતાની હાલની મેન્યુઅલ વ્યવસ્થા ખતમ કરી દેશે. રેલવે બોર્ડે માસ્ટર ક્લોક પ્રણાલીને અંતિમ રૂપ આપવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્મામ કર્યુ છે.

માસ્ટર ક્લોક સિસ્ટમ જરૂરી કેમ ?

વર્તમાન મેન્યુઅલ સિસ્ટમમાં સમગ્ર દેશમાં ઝોનલ રેલવે સમય માટે અલગ-અલગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એપ્લિકેશનમાં પણ અલગ અલગ સમય જોવા મળે છે. સમગ્ર સિસ્ટમમાં સમય એકસરખો નથી. હવે આમાં એકરૂપતા લાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ટ્રેનના સંચાલન તેમજ રેલ્વે અકસ્માતો પછી સાચી માહિતી મેળવવામાં મદદ મળશે.

સોર્સિંગ સમય

અધિકારીઓએ જણાવ્યું હતું કે માસ્ટર ક્લોક સિસ્ટમ માટેનો સમય નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન (NAVIC) અથવા નેશનલ ફિઝિકલ લેબોરેટરીઝ (NPL) દ્વારા મેળવવામાં આવશે. રેલ્વે બોર્ડના ટેલિકોમ્યુનિકેશન નિયામકના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચ સ્તરીય ટીમ આ માસ્ટર ક્લોક સિસ્ટમની જટિલતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે પ્રાદેશિક અધિકારીઓની પણ મદદ લેવામાં આવશે.


  • Follow us on: