ઈન્દોરને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક ગણવામાં આવે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલના જમ્બૂરી મેદાનમાં આયોજીત મહિલા સશિક્તિકરણના મહાસંમેલનમાં હાજરી આપશે. જ્યાં તેઓ વર્ચુઅલી ઈન્દોર મેટ્રો પ્રોજેક્ટના સુપર પ્રાયોરિટી કોરીડોરને પેસેન્જર માટે ખુલ્લો મુકશે. આ શુભ અવસરનું આયોજન લોકમાતા દેવી અહલ્યાબાઈની 300મી જયેતિ પર કરવામાં આવ્યું છે. આ સાથે સતના અને દતિયા એરપોર્ટનું પણ વર્ચુઅલ લોકાર્પણ કરવામાં આવશે.
ઈન્દોર મેટ્રો પ્રોજેક્ટની ખાસિયત શું છે?
ઈન્દોર મેટ્રો પ્રોજેક્ટની પહેલી અને સૌથી મોટી ખાસિયત તેનું સુપર પ્રાયોરિટી કોરીડોર છે. જેની લંબાઈ 6 કિલોમીટર છે. તે યલો લાઈનનો ભાગ છે, જેમાં 4 પ્રમુખ સ્ટેશન ગાંધીનગર સ્ટેશન, સુપર કોરીડોર 6,5,4 અને 3 નંબરના સ્ટેશનનો સમાવેશ થાય છે. આ કોરીડોર ટ્રાફીક વ્યવસ્થા સરળ બનાવવા ઉપરાંત પ્રદુષણને ઓછુ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. અતિઆધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવેલું આ કોરિડોર ઈન્દોરને એક સ્માર્ટ અને આધુનિક શહેર તરીકે ઓળખ આપે છે.
28 સ્ટેશન શહેરની મુસાફરીને સરળ બનાવશે.
પુરા ઈન્દોરની મેટ્રો પ્રોજેક્ટની કુલ લંબાઈ 31.32 કિલોમીટર છે, જેમાં 22.62 કિલોમીટર એલેવેટેડ અને 8.7 કિલોમીટર ભૂમિગત મેટ્રો લાઈન છે. યલો લાઈન પર કુલ 28 સ્ટેશન છે. જે શહેરના જુદા-જુદા એરિયામાં જોડાઈને શહેરની મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવે છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત લગભગ 7500 કરોડ ગણવામાં આવી છે. જ્યારે પહેલા તબક્કામાં 6 કિલોમીટરના સુપર પ્રાયોરિટી કોરિડોરમાં લગભગ 1520 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
આ મેટ્રો પ્રોજેક્ટ ઈન્દોરની પરિવાહન વ્યવસ્થાને સરળ બનાવવાની સાથે પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક સુવિધાની દ્રષ્ટીએ પણ મહત્વનો છે. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલુ લોકાર્પણ ફક્ત આ યોજનાઓની શરુઆત નથી પણ ઈન્દોરના ભવિષ્યનું પણ ઉદ્દઘાટન છે.