કેટલાક સમયથી ઇન્દોરના કપલ રાજા રધુવંશી અને સોનમ રધુવંશીનો કેસ ચર્ચામાં છે. દીવસેને દીવસે આ કેસ વધારેને વધારે ગુંચવાતો જાય છે. હવે આ મામલે શિલોંગ પોલીસને એક મહત્ત્વનો પુરાવો તો મળ્યો છે જો કે હજુ સુધી સોનમ રધુવંશીનો કોઇ અતોપત્તો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજા અને સોનમનું છેલ્લુ મોબાઇલ લોકેશન ગુમ થયા એ દિવસે બપોરે પરિજનો સાથે વાત કરી તે છેલ્લુ બતાવી રહ્યુ છે. ત્યારબાદ તેમના સ્કુટી પર લાગેલ GPS દર્શાવે છે કે 2 વાગ્યાની આસપાસ તેમનુ આ સ્કુટર બંધ થયુ. ત્યારબાદ તેમનો સંપર્ક થયો નથી.


તપાસ કરી રહી પોલીસનું અનુમાન છે કે બપોરે 2થી 2.30ની વચ્ચે બદમાશોએ તેમના પર હુમલો કર્યો. લૂંટફાટના ઇરાદે કપલ પર હુમલો થયોવિરોધ કરતા રાજાની હત્યા કરવામાં આવી અને સોનમનું અપહરણ કરી લેવામાં આવ્યુ.

મીડિયામાં કેસ ચગતા બદમાશો છુપાઇ ગયા

સોનમને લઇને પોલીસ હાલ ચૂપ છે. આશંકા છે કે સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચગતા બદમાશો પકડાઇ જવાના ડરથી અંડરગ્રાઉન્ડ થઇ ગયા અને હજુ સુધી સોનમ ક્યાં છે તેની ભાળ મળી નથી. પરિજનોએ દાવો કર્યો છે કે પોલીસ કેસમાં બાંગ્લાદેશી માનવ તસ્કરી ગિરોહનું કામ પણ હોઇ શકે છે.

રાજા રધુવંશીના અંતિમ સંસ્કાર કરાયા

રાજા રધુવંશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારબાદ પરિવારવાળાને રાજાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજાના પરિવાર જનોએ સેન્ટ્રલ એજન્સીની તપાસ થાય તેવી માગ કરી છે, આરોપીઓને આકરામાં આકરી સજા ફટકારવાની વાત કરી છે. રાજાનો મૃતદેહ મેઘાલયના શિંલોગની ખાડીમાં પડ્યો મળ્યો હતો ઇન્દોરના સોનમ રધુવંશી અને રાજા રધુવંશી હનીમૂન પર મેઘાલય આવ્યા હતા.


  • Follow us on: