• 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી
  • યોગ કરવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
  • 127 વર્ષના સ્વામી શિવાનંદ પાસેથી મેળવો યોગની

 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી સૌ કોઇ કરી શકે છે. ત્યારે આપણે વાત કરીએ એવા વ્યક્તિની કે જેમણે નાનપણથી યોગ અપનાવ્યો અને આજે 127 વર્ષે પણ નિરોગી જીવન જીવી રહ્યા છે.

3 વાગે ઉઠીને કરે છે યોગ

જી, હા આપણે વાત કરીએ છીએ યોગાચાર્ય સ્વામી શિવાનંદ. કે જેઓ સવારે 3 વાગે ઉઠીને યોગ કરે છે. હાલ તેમની ઉંમર 127 વર્ષની છે પરંતુ આજની તારીખમાં પણ તેઓ પોતાનું કામ જાતે કરી લે છે. ચાલો જાણીએ તેમની સંપૂર્ણ દિનચર્યા અને તેમની આદતો જેના કારણે તેઓ આ ઉંમરે પણ એટલા ફિટ છે.

સ્વામી શિવાનંદની દિનચર્યા

સ્વામી શિવાનંદનો જન્મ 8 ઓગસ્ટ, 1896ના રોજ બાંગ્લાદેશમાં થયો હતો. બાબા કેટલાક દાયકાઓથી વારાણસીમાં રહે છે. તે દરરોજ 3 વાગે ઉઠે છે અને યોગ કરે છે. આ ઉપરાંત તે દરરોજ ભગવત ગીતા અને મા ચંડીનો પાઠ પણ કરે છે. બાબાને બહુ ઓછા લોકો ઓળખે છે કારણ કે તેમને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી.

બીમાર પડ્યા નથી

એટલું જ નહીં સ્વામી બાળપણથી ક્યારેય બીમાર નથી પડ્યા. આવી સ્થિતિમાં બાબા કહે છે કે આ બધું યોગને કારણે છે. તેમનું માનવું છે કે યોગ કરવાથી તણાવની કોઈ સમસ્યા નથી. કોઈપણ વ્યક્તિ યોગ કરીને સરળતાથી સ્વસ્થ રહી શકે છે. ખાસ કરીને આજના યુવાનોને યોગ તરફ પ્રેરિત કરવા ખૂબ જ જરૂરી છે.

પદ્મશ્રીથી સન્માનિત

 બાબા શિવાનંદને વર્ષ 2022માં પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કાર દરમિયાન ત્યાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સમક્ષ નમન કર્યા હતા. ફૂડ વિશે શિવાનંદ કહે છે કે તેલ અને મસાલાવાળા શાકભાજીને બદલે માત્ર બાફેલા કઠોળ અને શાકભાજી જ ખાવા જોઈએ.

ટેકા વિના સીડી ચઢે અને ઉતરે છે

126 વર્ષની વયે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર કાશીના બાબા શિવાનંદની ચપળતા એવી છે કે જોનારાઓ દંગ રહી જાય. વારાણસીના દુર્ગાકુંડ વિસ્તારમાં સ્થિત આશ્રમના ત્રીજા માળે એક રૂમમાં રહેતા બાબા શિવાનંદ દિવસમાં ત્રણથી ચાર વખત કોઈ પણ ટેકા વિના સીડીઓ ચઢે છે અને ઉતરે છે.

6 વર્ષની ઉંમરથી જ યોગ કરે છે

ચાર વર્ષની ઉંમરે પરિવારથી વિખૂટા પડી ગયેલા બાબા શિવાનંદે છ વર્ષની ઉંમરથી જ યોગને પોતાના જીવનનો મહત્વનો હિસ્સો બનાવી લીધો હતો. ત્યારથી તેમણે પવિત્ર જીવન જીવવાનું નક્કી કર્યું, તે પણ સામાન્ય પોશાકમાં અને આજ સુધી તેનું પાલન કરે છે. બાબાએ જણાવ્યું કે તેમના માતા-પિતા ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. ચાર વર્ષની ઉંમરે તેમના માતાપિતાએ તેમને સારા ભવિષ્ય માટે નવાદ્વીપના બાબા ઓમકારનંદ ગોસ્વામીને સમર્પિત કર્યા. જ્યારે શિવાનંદ છ વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા અને બહેન ભૂખને કારણે મૃત્યુ પામ્યા હતા.

  • Follow us on: