હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહના મોત બાદ દુનિયાની ઘણી મોટી હસ્તીઓ તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ ઈઝરાયલની એર સ્ટ્રાઈકની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ એક માસ્ટરસ્ટ્રોક છે. ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સ દરમિયાન આર્મી ચીફે કહ્યું કે, આ ઈઝરાયલની વર્ષોની મહેનતનું પરિણામ છે. આ હુમલા પાછળ ઈઝરાયલની ઘણા વર્ષોની સખત તૈયારી હતી.


ગાઝા પટ્ટીથી ઉત્તરીય સરહદ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું

જનરલ દ્વિવેદી કહ્યું કે, જે દિવસે તમે લડવાનું શરૂ કરો છો તે દિવસે યુદ્ધ શરૂ થતું નથી. લડાઈની શરૂઆત આયોજનથી થાય છે. ઈઝરાયલનું સૈન્ય ધ્યાન ગાઝા પટ્ટીથી લેબનોન સાથેની ઉત્તરીય સરહદ તરફ સ્થળાંતર કરી રહ્યું છે. હિઝબુલ્લા ઘણા સમયથી અહીં બોમ્બ ધડાકા કરી રહ્યું છે. હિઝબુલ્લાએ ઈઝરાયલના ઘણા શહેરોનો નાશ કર્યો. આવી સ્થિતિમાં ઈઝરાયલે હિઝબુલ્લાના ટોચના કમાન્ડરને મારી નાખ્યો.

ઈઝરાયલનો માસ્ટરસ્ટ્રોક

જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ઈઝરાયલે કંઈક અલગ જ બતાવ્યું છે. તેઓએ પહેલા નક્કી કર્યું કે હમાસ તેમનું પ્રથમ નિશાન હશે અને તેઓએ હમાસને લાચાર બનાવી દીધા. હવે તેમનું ધ્યાન હિઝબુલ્લા પર છે. આ ઈઝરાયલનો માસ્ટરસ્ટ્રોક છે.

3 ગુપ્તચર એજન્ટોનો પર્દાફાશ

ગયા મહિને પેજર અને વોકી ટોકી બ્લાસ્ટની મદદથી લેબનોન પર ભારે બોમ્બ ધડાકા કર્યા હતા. આ હુમલામાં 40 લોકોના મોત થયા હતા અને 3000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયલના ત્રણ ગુપ્તચર એજન્ટોએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, પેજર અને વોકી ટોકી બનાવનારી કંપની શેલ કંપની હતી, જેનો પાયો મોસાદે નાખ્યો હતો. ઘણા લોકો તેને સપ્લાય ચેઈન એટેક ગણાવી રહ્યા છે.

ભારતે પણ તૈયાર રહેવું પડશે

જનરલ દ્વિવેદીનું જણાવ્યું કે, ભારતે સપ્લાય ચેઈન હુમલા પર પણ ધ્યાન આપવું જોઈએ. આપણે આપણી જાતને ટેક્નિકલ અને મેન્યુઅલ સ્તરે તૈયાર કરવી પડશે, જેથી આ વસ્તુઓ ક્યારેય આપણા પર પ્રભુત્વ ન જમાવી શકે.

  • Follow us on: