- હમાસે બંધક બનાવેલા બાળકના જન્મદિવસની ઉજવણી
- એક વર્ષના બાળકને લઈ સમગ્ર ઈઝરાયલમાં ભારે લાગણી
- હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં નિર્દોષ લોકોનાં મોત થઈ રહ્યા છે
ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધને 100 દિવસ કરતાં વધુ દિવસો થઈ ચૂક્યા છે. સાત ઑક્ટોબરે હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હવાઈ અને જમીન પરથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સિવાય હમાસે અનેક લોકોને બંધક પણ બનાવી લીધા હતા. ત્યારબાદ ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હતું. યુદ્ધવિરામ પર વાતચીત કરવા અને બંધકોની મુક્તિ નક્કી કરવા આંતરરાષ્ટ્રીય પ્રયાસો છતાં હમાસે અત્યાર સુધી બંધકોને મુક્ત નથી કર્યા. બંધકમાં દરેક ઉંમરના લોકો સામેલ છે. હમાસની કેદમાં ઓછી ઉંમરના બંધકમાં કેફિર બિબાસના પરિવારે પ્રથમ જન્મદિવસને દુખદ રીતે મનાવ્યો હતો. કેફિર બિબાસ તેના માતા-પિતા અને ચાર વર્ષના ભાઈ સાથે હમાસ આતંકીઓએ અપહરણ કરી લીધું હતું. ગુરુવારે તેલ અવીવમાં બંધકોને લઈ એક ભીડ એકઠી થઈ હતી. જેમાં ઘણાં લોકો કેફિર બિબાસ માટે નારંગી રંગના ફુગ્ગા પકડી રાખ્યા હતા. ત્યાં એક મોટી ટીવી સ્ક્રીન પણ હતી. જેમાં દેખાડવામાં આવ્યું હતું કે ગાઝામાં બંધકોને કેટલા દિવસો સુધી રાખવામાં આવ્યા છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં 13 વર્ષના બાળકને હમાસે બંધક બનાવ્યો હતો. અને 29 નવેમ્બર 2023ના રોજ એક અઠવાડિયાના યુદ્ધવિરામ કરારના હિસ્સાના રૂપમાં મુક્ત કરી દીધો હતો. તેને લખ્યું કે, “લાડકા કેફિર જન્મદિવસની શુભકામના.. અમે આપને સલામત અને જલ્દી પરત આવવાની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. અમે કેક અને ગીફ્ટની સાથે ઉજવણી કરીશું. જેમ એક વર્ષનાં બાળકને મનાવીએ છીએ'' .













